ETV Bharat / state

ધરમપુર હોસ્પિટલમાં 100 બેડ ઓક્સિજન સાથે, સરકારી કન્યા છાત્રાલયમાં 120 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે

author img

By

Published : Apr 16, 2021, 7:44 PM IST

વલસાડ જિલ્લામાં દિન-પ્રતિદિન કોવિડ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં 300 બેડની વ્યવસ્થા સાથે, જિલ્લાની અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે. છતાં હજુ પણ વધતા દર્દીઓની ચિંતા જનક પરિસ્થિતિને જોતા આરોગ્ય વિભાગ દ્વારા વધુ બેડની સુવિધા ઉભી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે પૈકી ધરમપુર ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન સુવિધા સાથેની 100 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જે માટેની પરવાનગી વલસાડ જિલ્લા કલકેટર દ્વારા આપવામાં આવી છે. સાથે જ જે દર્દીને ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂર નથી, એવા દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવશે, જે કન્યા છત્રલાયમાં શરૂ થશે.

100 બેડ ઓક્સિજન સાથે, સરકારી કન્યા છાત્રાલયમાં 120 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે

  • ધરમપુરમાં 100 બેડની વ્યવસ્થા સરકારી હોસ્પિટલમાં કરાશે
  • વેન્ટિલેટર અને ICU માટે ખાનગી હોસ્પિટલ સાથે વાટાઘાટ ચાલી રહ્યા છે
  • કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે

વલસાડઃ ધરમપુર શહેર અને તેની આસપાસમાં વધતા જતા કોરોના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ત્યારે અહીંના તમામ દર્દીઓને વલસાડ કે અન્ય હોસ્પિટલમાં સારવાર માટે જવાની ફરજ પડી રહી છે. છતાં ત્યાં બેડ ઉપલબ્ધ નથી. ત્યારે આવી વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા ધરમપુર આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલના ત્રીજા માળે ઓક્સિજનની સુવિધા સાથે કોવિડ સેન્ટર 100 બેડ સાથે ટૂંક સમયમાં શરૂ થશે. જે માટેની તૈયારીને ઓપ આપવામાં આવી રહ્યો છે. હાલ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કેટલાક બેડ નજીક ઓક્સિજન પાઇપલાઇનની સુવિધા છે. અન્ય સ્થળે ઓક્સિજન પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે દર્દીને ઓક્સિજનની જરૂરિયાત હશે, તે દર્દીઓને સારવાર માટે આપવામાં આવશે.

આ પણ વાંચોઃ વડોદરાના અટલાદરામાં 500 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરાઇ

કન્યા છાત્રાલયને કોવિડ કેર સેન્ટર બનાવવા જિલ્લા કલકેટરને માગ

ધરમપુર તાલુકાના હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ ભાઈએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ધરમપુર અને તેની આસપાસના અનેક લોકો કોરોના પોઝિટિવ છે, પણ જેઓને ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂર નથી. એવા દર્દીઓ માટે 120 બેડ સાથેનું કોવિડ કેર સેન્ટર કુમાર છત્રલાયમાં શરૂ કરવામાં આવશે. જે અંગે વિશેષ માગ સાથે લેખિતમાં જિલ્લા કલેક્ટર આર.આર.રાવલ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જે બાદ 120 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. જે માટે છાત્રાલય બિલ્ડીંગની વિઝીટ માટે ટૂંક સમયમાં વહીવટી તંત્રની ટીમ આવશે. જોકે હાલ ધરમપુર અને તેની આસપાસના લોકોને ધરમપુરમાં જ સારવાર મળે એ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

વેન્ટીલેન્ટર અને ICU બેડની સુવિધા ઉપલબ્ધ કરવા વાટાઘાટો શરૂ

ધરમપુરના આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ વેન્ટિલેટર બેડ અને ICU બેડની સુવિધા ઉપલબ્ધ કરવા માટે ધરમપુરની શ્રીમદ રાજચન્દ્ર હોસ્પિટલ જેવી ખાનગી હોસ્પિટલ સાથે વાટાઘાટ શરૂ કરવામાં આવી છે. જે બાદ ત્યાં પણ વેન્ટિલેટર અને આ ICU બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ પાટણમાં કોરોના દર્દીઓની સંખ્યા વધતા સરકારી હોસ્પિટલોમાં બેડની સર્જાઈ અછત

ધરમપુરમાં માત્ર 3 સ્થળે RTPCR ટેસ્ટ કરવામાં આવે છે

ધરમપુરમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ અંગેના ટેસ્ટ RTPCR માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ધરમપુર એસટી ડેપો અને શ્રીમદ રાજચન્દ્ર હોસ્પિટલ ખાતે ટીમ દ્વારા કોવિડના ટેસ્ટ કરવામાં આવે છે. જનતાને જણાવવામાં આવે છે કે, જો સહેજ પણ શરદી, ખાંસી જણાય તો તુરંત ટેસ્ટ કરાવી લેવા જોઈએ. આમ ધરમપુર ખાતે કોવિડ દર્દીઓ માટે ટૂંક સમયમાં 100 બેડ ઓક્સિજન સાથેના તેમજ કોવિડ કેર સેન્ટરમાં 120 બેડ સાથેની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.