ETV Bharat / state

ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ વલસાડમાં 1.22 લાખ નવા સભ્યો નોંધાયાં

વલસાડઃ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સભ્ય નોંધણી અભિયના હાથ ધરાયુ હતું. જે અંતર્ગત 1.22 લાખ નવા સદસ્યો પાર્ટીમાં જોડાયા છે. આ કાર્યક્રમ હેઠળ અત્યારસુધી  7 કરોડ નવા સભ્યોને પાર્ટીમાં સામેલ કરાયા છે. આમ, ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન અંતર્ગત લોકોને પાર્ટીમાં જોડીને દેશની સૌથી મોટી અને શક્તિશાળી પાર્ટી બની છે.

ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ વલસાડમાં 1.22 લાખ નવા સભ્યોની નોંધાયાં
author img

By

Published : Oct 4, 2019, 1:05 PM IST

સદસ્યતા અભિયાન કાર્યક્રમ હેઠળ વલસાડ જિલ્લામાં મોટી સંખ્યામાં મતદારોએ ભાજપમાં સદસ્યતા નોંધાવી છે. આ અંગે વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, "આ વર્ષે વલસાડ જિલ્લામાં કુલ 1.22 લાખ સભ્યોની નોંધણી કરવામાં આવી છે. જેમાં પારડી અને વાપીમાં 31 હજાર સભ્યોની નોંધણી થઈ હતી. જ્યારે વલસાડ વિધાનસભા ક્ષેત્રમાં 30 હજાર નવા સભ્યોની નોંધાયાં હતા.

2016માં વલસાડ જિલ્લામાંથી 1.26 લાખ નવા સભ્યો નોંધાયા હતાં. આ વખતે 50 ટકા સભ્યો એટલે કે 63 હજાર સભ્યોની નોંધણી બાકી હતી. જેને પૂર્ણ કરવામાં ભાજપના કાર્યકરોને 99.5 ટકા જેટલી સફળતા મળી છે. એટલે કે, જિલ્લામાં મોટાભાગના લોકોએ ભાજપમાં સદસ્યતા નોંધાવી છે.

ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ વલસાડમાં 1.22 લાખ નવા સભ્યોની નોંધાયાં

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષ 2016માં દેશમાં સદસ્યતા અભિયાન હાથ ધરાયું હતું. જે અંતર્ગત 13 કરોડ નવા સભ્યો નોંધાયા હતાં. આ સિલસીલાને આગળ ધપાવતાં વર્ષ 2019માં અમિત શાહના આહવાનથી સદસ્યતા અભિયાન ફરીથી શરૂ કરાયું હતું. જે અંતર્ગત વર્ષ 2019માં સદસ્યતા અભિયાન હેઠળ દેશના 7 કરોડ સભ્યો પાર્ટીમાં જોડાયા હતાં. જેની સાથે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે.

Intro:story approved by assignment desk

location :- vapi

વાપી :- ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલમાં જ સમગ્ર દેશમાં સભ્ય નોંધણી અભિયાન હાથ ધરી 7 કરોડ જેટલા નવા સભ્યોને પાર્ટીમાં સામેલ કર્યા છે. આ સાથે જ ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. ત્યારે, આ અભિયાનમાં વલસાડ જિલ્લામાંથી 1.22 લાખ નવા સદસ્યો નોંધાયા છે.

Body:ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષ 2016માં દેશમાં સદસ્યતા અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન હેઠળ 13 કરોડ નવા સભ્યો નોંધાયા હતાં. આ સિલસીલાને આગળ ધપાવવા વર્ષ 2019માં અમિત શાહના આહવાનથી ફરી સદસ્યતા અભિયાન હાથ ધર્યું હતું. વર્ષ 2019માં હાથ ધરાયેલ સદસ્યતા અભિયાનમાં સમગ્ર દેશમાં 7 કરોડ જેટલા નવા સભ્યોનો ઉમેરો થતા ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે.

આ સદસ્યતા અભિયાન અંગે વલસાડ જિલ્લામાં પણ ખૂબ મોટી સંખ્યામાં મતદારોએ ભાજપમાં પોતાની સદસ્યતા નોંધાવી છે. આ અંગે વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનું દેસાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે વલસાડ જિલ્લામાં કુલ 1.22 લાખ સભ્યોની નોંધણી કરવામાં આવી છે. જેમાં પોતાનો મત વિસ્તાર ગણાતા પારડી-વાપીમાં સૌથી વધુ 31 હજાર સભ્યોની નોંધણી થઈ છે. જ્યારે વલસાડ વિધાનસભા ક્ષેત્રમાં 30 હજાર નવા સભ્યોની નોંધણી થઈ છે.

ગત 2016માં વલસાડ જિલ્લામાંથી 1.26 લાખ નવા સભ્યો નોંધાયા હતાં. આ વખતે તેમાં 50 ટકા સભ્યો એટલે કે 63 હજાર સભ્યો નોંધવાના હતા. પરંતુ પાર્ટીના કાર્યકરોએ અદમ્ય ઉત્સાહ બતાવી 99.5 ટકા જેટલી સફળ કામગીરી બજાવી છે.

કનું દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં અનેક વિકાસના કર્યો હાથ ધર્યા છે. રસ્તા અને રેલવે ઓવરબ્રિજના કેટલાક કામો આગામી દિવસોમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે. વાપી નજીકની બીલખાડી શુદ્ધિકરણ અને પહોળી કરવાની કામગીરીથી ખૂબ જ સારુ પરિણામ મળ્યું છે. આ વખતે રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો હોવા છતાં બીલખાડીનું પાણી આસપાસના વિસ્તારોમાં ઘુસ્યું નથી. આ પ્રકારના અનેક કાર્યો આગામી દિવસોમાં પણ કરવામાં આવશે.

Conclusion:ઉલ્લેખનીય છે. કે સદસ્યતા અભિયાનને વલસાડ જિલ્લામાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ત્યારે, વાપી સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર બન્યા છે. ત્યારે આ રસ્તાઓની વહેલી તકે મરામત કરી સારા માર્ગ નિર્માણ કરે તે પણ જરૂરી છે. તો જ સભ્ય નોંધણીમાં કાર્યકરોએ બતાવેલો સહકાર સાચા અર્થમાં ઉત્સાહ બનશે.

bite :- કનું દેસાઈ, પ્રમુખ, વલસાડ જિલ્લા ભાજપ, અને ધારાસભ્ય, પારડી વિધાનસભા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.