ETV Bharat / state

મુખ્ય પ્રધાને કરી સ્વ.મોરારજી દેસાઈના ગામ ભદેલીના વિકાસ માટે 1 કરોડની જાહેરાત

નિશાન-એ-પાકિસ્તાન અને પદ્મશ્રીથી સન્માનિત એવા મોરારજીભાઈ દેસાઈનો આજે 125મો જન્મ દિવસ છે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન રૂપાણી મોરારજી દેસાઈના ગામ ભદેલીની મુલાકાત લીધી હતી. રૂપાણીએ ભદેલી ગામના વિકાસ માટે રૂપિયા 1 કરોડના પેકેજની જાહેરાત કરી હતી.

1 crore rupees announcement for the development of  Morarji Desai's village bhadeli by Chief Minister
સ્વ.મોરારજી દેસાઈના ગામ ભેદેલીના વિકાસ માટે મુખ્ય પ્રધાને 1 કરોડની જાહેરાત કરી
author img

By

Published : Feb 29, 2020, 5:27 PM IST

વલસાડઃ સ્વતંત્ર ભારતના ચોથા વડા પ્રધાન, નિશાન-એ-પાકિસ્તાન અને પદ્મશ્રીથી સન્માનિત એવા મોરારજીભાઈ દેસાઈનો આજે જન્મ દિવસ છે. તેમના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી આજે તેમના ગામ ભદેલી ખાતે મહેમાન બન્યા હતા. રૂપાણીએ ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય મોરારજી દેસાઈના સ્મરણાર્થે સ્મારક અને પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. વલસાડ જિલ્લામાં અનેક માળખાકીય સુવિધાના વિકાસ પ્રોજેક્ટના 193.83 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.

સ્વ.મોરારજી દેસાઈના ગામ ભેદેલીના વિકાસ માટે મુખ્ય પ્રધાને 1 કરોડની જાહેરાત કરી

વિજય રૂપાણીએ મોરારજી દેસાઈ સાથે સંકળાયેલા કેટલાક ફોટોગ્રાફ્સ અને તેમના હસ્તે લખાયેલા કેટલાક પત્રો સાથે બનાવવામાં આવેલી એક વિશેષ આર્ટ ગેલેરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમજ તેમની શાળાની મુલાકાત પણ લીધી હતી. મહત્વનું છે કે, CM રૂપાણીએ ભદેલી ગામને વિકસાવવા માટે પ્રવાસન વિભાગમાંથી રૂપિયા એક કરોડની ગ્રાન્ટની પણ જાહેરાત કરી હતી.

1 crore rupees announcement for the development of  Morarji Desai's village bhadeli by Chief Minister
સ્વ.મોરારજી દેસાઈના ગામ ભેદેલીના વિકાસ માટે મુખ્ય પ્રધાને 1 કરોડની જાહેરાત કરી
1 crore rupees announcement for the development of  Morarji Desai's village bhadeli by Chief Minister
સ્વ.મોરારજી દેસાઈના ગામ ભેદેલીના વિકાસ માટે મુખ્ય પ્રધાને 1 કરોડની જાહેરાત કરી

વલસાડ ખાતે આજે વહેલી સવારે હવાઈ માર્ગે વિજય રૂપાણી આવી પહોંચ્યા હતા. તેમણે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય મોરારજી દેસાઈના ગામ ભદેલી ખાતે પહોંચ્યા હતા. જ્યાં રેડ કાર્પેટ પાથરેલા તળાવ કિનારે મૂકવામાં આવેલી સ્વર્ગીય મોરારજી દેસાઈની પ્રતિમાના સ્મારકનું અનાવરણ કર્યું હતું. આ સાથે જ તળાવ પર બનેલા કોમ્યુનિટી હોલનું પણ લોકાર્પણ કર્યું હતું. તેમજ કોમ્યુનિટી હોલમાં મોરારજી દેસાઈના કેટલાક સંસ્મરણો સાથે સંકળાયેલા ફોટોગ્રાફ્સવાળી આર્ટ ગેલેરીનું તેમણે નિરીક્ષણ કર્યું હતું.

મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી અટલ બિહારી વાજપેઈ દ્વારા સ્વર્ગીય મોરારજી દેસાઈ માટે લખવામાં આવેલી કવિતાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ કાર્યક્રમના મંચ પરથી રૂપાણીએ અટલ બિહારી વાજપેઈની કવિતાને પોતાની આગવી રીતે રજૂ કરી હતી.

આ કાર્યક્રમના પ્રારંભે વલસાડ જિલ્લા કલેકટર દ્વારા તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે બાદ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ સાંસદ ડૉક્ટર કે. સી. પટેલ, ધારાસભ્ય કનુભાઇ દેસાઈ તેમજ રાજ્ય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકરએ મોરારજીભાઈના સંસ્મરણો વગોળ્યા હતા.

મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ વલસાડ જિલ્લાના 193.83 કરોડના ખર્ચના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ઈ-માધ્યમ દ્વારા કર્યું હતું. આ કામોમાં પારડી અને ભગવાન ખાતે રેલવે ઓવરબ્રિજના કામનું ભૂમિ પૂજન, જિલ્લા આદિજાતિ સેવા સદનનું લોકાર્પણ, વિવિધ તાલુકાના હાઈડ્રોલિક સ્ટ્રક્ચર ચેકડેમનાં કુલ 11 કામોનું ખાતમુહૂર્ત, વિવિધ તાલુકાના ચેકડેમ કમ-કોઝવે અને પૂર સંરક્ષણ દિવાલનું કામોનું ખાતમુહૂર્ત, કપરાડા વલસાડ અને ઉંમરગામ તાલુકાના પાંચ રસ્તાના કામોના ખાતમુહૂર્ત, પારડી તથા વલસાડ પાણી પુરવઠા યોજનાના પેકેજ 2 અને 3ના કામોના ખાતમુહૂર્ત, તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રવડ અને નાની તંબાડીના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું હતું.

આ સાથે જ મોરારજી દેસાઈના સ્મરણો અને તેમનું વ્યક્તિત્વ તેમની છાપ લોકો જાણી શકે, તે માટે પ્રવાસન વિભાગના સહયોગથી ભદેલી ગામના વિકાસ માટે રૂપિયા એક કરોડની ગ્રાન્ટ આપવાનું મંચ ઉપરથી જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને વિવિધ સમાજના લોકો દ્વારા વિવિધ મોમેન્ટો ફૂલહાર અને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સ્વર્ગીય મોરારજીભાઈ દેસાઈની જન્મતિથિ દર ચાર વર્ષે એક વાર આવે છે. આ વર્ષે તેમની 125મી જન્મજયંતિ ઉજવણી થઈ છે. મોરારજીભાઈ ભારતના પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન હતા. તેઓને દેશનો સર્વોચ્ચ સન્માન ભારતરત્ન ઉપરાંત નિશાન-એ-પાકિસ્તાન દ્વારા તેમને નિશાને પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે આ કાર્યક્રમ દરમિયાન પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા, રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકર, ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય ભરત પટેલ, સાંસદ કે. સી. પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.