વડોદરા: કોરોના વાયરસ મહામારીને પગલે સતત ચાર મહિના સુધી નોકરી ધંધો બંધ રહેતા નાગરિકો આર્થિક સંકડામણનો ભોગ બની રહ્યા છે. તેવા સમયે માસ્ક નહીં પહેરવા બદલ ગુજરાત રાજ્ય સરકારે એક હજાર રૂપિયાનો દંડ વસુલવાની કરેલી જાહેરાત સામે વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે યુવા જનજાગૃતિ પાર્ટી દ્વારા વિરોધ નોંધાવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
તેમણે માગણી કરી હતી કે, માસ્ક નહિ પહેરવા માટે એક હજાર રૂપિયાના દંડની રકમ સામાન્ય નાગરિકો માટે ઘણી મોટી છે. આ બાબતે સરકારે પોતાના નિર્ણય પાછો ખેંચી નાગરિકોના હિતમાં કોઈ યોગ્ય રસ્તો શોધવો જોઈએ. તેમ જણાવ્યું હતું.