- સિંધરોટ રોડ પર પાણીની નવીન પાઈપ લાઈન નાખવાની કામગીરી અધૂરી મૂકી કોન્ટ્રાક્ટર લાપતા
- લોકોને હાડમારી ભોગવવાનો વારો આવ્યો
- અધૂરી કામગીરીના કારણે લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો
વડોદરા : શહેરના છેવાડે સોનારકુઈ ગામ આવેલું છે. આ ગામ પાસે સેવાસી સિંધરોટ જવાનો માર્ગ પસાર થાય છે. આ માર્ગ પર પાણીની નવીન પાઈપ લાઈન નાખવાની કામગીરી છેલ્લાં કેટલાંક સમયથી ચાલી રહી હતી. નવીન પાઈપ લાઈનની ચાલતી કામગીરીને લઈને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
આ ત્રણ રસ્તા પરથી વડોદરા શહેરને પૂરું પાડવા માટે પાણીના પંપ સ્ટેશન જવાનો માર્ગ પણ આવે છે. અહીં આ ગામમાં ઘણા બધા રહેવાસીઓ રહે છે. પરંતુ આ માર્ગ પર ચાલી રહેલી આ કામગીરીને કોન્ટ્રાક્ટર અને શ્રમજીવીઓ બંધ કરી લાપતા થઈ જતા લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. આ એકાએક ઠપ્પ થઈ ગયેલી કામગીરીને કારણે લોકો પોતાના વાહનો લઈ જવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. અધૂરી કામગીરીના કારણે લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ અધૂરી કામગીરીને કારણે ઘણી સમસ્યાઓ ઉદભવી રહી છે. તે માટે તંત્ર દ્વારા જલ્દીથી કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.