વડોદરાઃ જિલ્લામાં કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં વાઘને કોરોના પોઝિટિવનો પ્રથમ કિસ્સો સામે આવતા પ્રાણી પ્રેમીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારે દેશના તમામ પ્રાણી સંગ્રહાલયને માર્ગ દર્શિકા પહોંચાળી દેવામાં આવી છે.
કમાટીબાગ સ્થિત પ્રાણી સંગ્રહાલય ખાતે પણ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. તે જ પ્રમાણે વાઘ, સિંહ સહિત પ્રાણીઓના પિંજરાને માર્ગદર્શિકા પ્રમાણે સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે.
પ્રાણીઓમાં કોરોના ન ફેલાય તે માટેની કમિગીરી ઝુ તંત્રએ હાથ ધરી કર્મચારીઓને પણ પ્રાણીઓથી સોશિયલ ડિસ્ટન્સ પાળવાની સૂચના આપી દેવાઈ છે. અત્રે, ઉલ્લેખનીય છે કે, ન્યુયોર્કમાં કોરોના સંક્રમિત કર્મીથી વાઘને કોરોના થયો હોવાનું ઝુ ક્યુરેટરનું માનવું છે.