- શિયાળાની મોસમમાં ખાવા પીવામાં લોકોએ ધ્યાન રાખવું
- લીલા શાકભાજી અને ફ્રૂટનુ વધારે સેવન કરવું
- વધારે માત્રામાંં પાણી પીવું જોઈએ
વડોદરા : શિયાળાની મોસમમાં ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. વહેલી સવારે લોકો સવારે શરીર સ્વસ્થ રાખવા કસરત અને વ્યાયામ કરતા હોય છે. આ સાથે ખાવા પીવામાં લોકોએ ધ્યાન રાખવું જોઈએ.
શિયાળામાં લીલા શાકભાજી અને ફ્રૂટનુ વધારે સેવન કરવું જોઈએ. વધારે પાણી મહત્તમ માત્રમાં પીવું જોઈએ. તેમજ ઘી અને બટરનો ઉપયોગ ઓછો કરવો જોઇએ. કારણ કે, તે વધુ હાઈ કેલરી વાળા હોય છે. નોનવેજ માટે ફિસ ખાવી જોઈએ અને મટન ખાવું જોઈએ નહીં. શિયાળામાં આમળા, હળદર સ્વાસ્થ્ય માટે સારા છે. હવે જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે ઇમિયુનિટી બુસ્ટર અને રોગ પ્રતિકારક શકિત વધે તેના કારણે વાઇરસ લગતા રોગોથી સુરક્ષિત રહી શકાય.
આ પણ વાંચો : કાઠિયાવાડની ધરતી પર શિયાળાની ખાસ વાનગી ઓળો રોટલા
આ પણ વાંચો : તંદુરસ્તી માટે શ્રેષ્ઠ શિયાળો અયોગ્ય-આહારને કારણે બિમારી પણ નોતરી શકે છે