વડોદરાઃ શહેરમાં લોકડાઉનને પગલે લોકો મુશ્કેલીઓમાં મુકાયા છે. જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓને લઈને અનેક શહેરની સેવાભાવી સંસ્થાઓ દ્વારા નિઃશુલ્ક લોકોને ભોજન સહિતની જરૂરી સાધન સામગ્રીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ આવી વિપદાની ઘડીએ કાળા બજારીયાઓએ તેમની નફ્ફટાઈની હદ વટાવી છે
કેટલાક દુકાનદારો દ્વારા લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી નિયત દર કરતાં વધારે ભાવ ગ્રાહકો પાસેથી વસુલવામાં આવતાં હોવાની ફરિયાદો ઉઠી છે. આવી જ એક ફરિયાદ વડોદરા શહેરના તોલ-માપ વિભાગને મળી હતી.
શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલ ડભોઈવાલા ગ્રૂપની જે.એમ.અને એફ.એમ.ડભોઈવાલાની અનાજ કરિયાણાની દુકાનમાં એક ગ્રાહક પાસેથી કપાસિયા તેલના પાઉચ પર લખેલી એમ.આર.પી.કરતાં વધારે ભાવ વસુલવામાં આવ્યો હોવાનું જણાઈ આવતાં તોલ-માપ વિભાગના અધિકારી ડી.આર.શાહ તેમની ટીમ દુકાન ખાતે પહોંચ્યા હતાં. જયાં ગ્રાહકની ફરિયાદને આધારે તેઓએ આગળની કાર્યવાહી હાથધરી હતી.