વડોદરા : ગુજરાતમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે ગુજરાત પોલીસનું પ્રથમ ધ્યેય છે. નાગરિકોની સલામતી અને જાનમાલની સુરક્ષાને ટોચની અગ્રતા આપવાની રાજ્ય સરકારની નીતિને કારણે રાજ્ય પોલીસ ઉતરોતર વધુ કાર્યક્ષમ અને મજબૂત બનાવવા માટે પગલા લેવામાં આવે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કાયદાનું શાસન સ્થાપિત રહે તે માટે સરકાર અને પોલીસ વિભાગ સતત પ્રયત્નશીલ છે. ગુનાઓના ડિટેક્શન, પ્રવેન્શન અને સારી કામગીરી બદલ વડોદરાના વારસીયા પોલીસ સ્ટેશનને દેશના ટોપ 10 બેસ્ટ પોલીસ સ્ટેશનમાં સાતમો ક્રમ પ્રાપ્ત થયો છે.
-
ડી.જી.પી અને આઈ.જી.પી ૨૦૨૨ કોન્ફરન્સ દરમ્યાન સમગ્ર દેશના ૧૦ બેસ્ટ પોલીસ સ્ટેશનોની જાહેરાત.
— Vadodara City Police (@Vadcitypolice) January 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
શ્રેષ્ટ પોલીસ સ્ટેશનોમાં સાતમો ક્રમ પ્રાપ્ત કરતુ વારસિયા પોલીસ સ્ટેશન !@dgpgujarat @GujaratPolice @Shamsher_IPS @sanghaviharsh @Harsh_Office @InfoGujarat @DDNewsGujarati #dgpigpconference pic.twitter.com/WCiyTKkl4O
">ડી.જી.પી અને આઈ.જી.પી ૨૦૨૨ કોન્ફરન્સ દરમ્યાન સમગ્ર દેશના ૧૦ બેસ્ટ પોલીસ સ્ટેશનોની જાહેરાત.
— Vadodara City Police (@Vadcitypolice) January 25, 2023
શ્રેષ્ટ પોલીસ સ્ટેશનોમાં સાતમો ક્રમ પ્રાપ્ત કરતુ વારસિયા પોલીસ સ્ટેશન !@dgpgujarat @GujaratPolice @Shamsher_IPS @sanghaviharsh @Harsh_Office @InfoGujarat @DDNewsGujarati #dgpigpconference pic.twitter.com/WCiyTKkl4Oડી.જી.પી અને આઈ.જી.પી ૨૦૨૨ કોન્ફરન્સ દરમ્યાન સમગ્ર દેશના ૧૦ બેસ્ટ પોલીસ સ્ટેશનોની જાહેરાત.
— Vadodara City Police (@Vadcitypolice) January 25, 2023
શ્રેષ્ટ પોલીસ સ્ટેશનોમાં સાતમો ક્રમ પ્રાપ્ત કરતુ વારસિયા પોલીસ સ્ટેશન !@dgpgujarat @GujaratPolice @Shamsher_IPS @sanghaviharsh @Harsh_Office @InfoGujarat @DDNewsGujarati #dgpigpconference pic.twitter.com/WCiyTKkl4O
વારસીયા પોલીસ સ્ટેશન દેશમાં 7માં ક્રમે : ભારત સરકાર ગૃહમંત્રાલય દ્વારા વાર્ષિક ડીજીપી, આઈજીપી કોન્ફરન્સ દરમ્યાન દર વર્ષે ઉત્કૃષ્ટ કામગીરી જેવી કે પોલીસ સ્ટેશનની સ્વચ્છતા સુઘડતા વ્યવસ્થા, શિસ્ત, વર્તણૂક, રેકર્ડ જાળવણી, વહીવટી કામગીરી, તપાસ અંગેની કામગીરી, ગુનાઓના ડીટેકશનની કામગીરી, ગુનાના પ્રિવેન્શનની કામગીરી, કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી, ડેટા ડીજીટાઇઝેશનની કામગીરી, અન્ય એજન્સીઓ સાથે સંકલન પ્રજા સાથે સહયોગ અને સંવાદ તેમજ અન્ય કોઇ ખાસ પ્રકારની કામગીરી વગેરે કામગીરી કરવા બદલ ગ્રેડીંગ માટેના પેરામિટર નક્કરી કરવામાં આવતાં હોય છે.
-
ડેટા ડિજિટાઇઝેશનની કામગીરી, અન્ય અજેન્સીઓ સાથે સંકલન, પ્રજા સાથે સહયોગ અને સંવાદ કરવા બદલ ગ્રેડિંગ માટેના પેરામીટર નક્કી કરી તેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સમગ્ર દેશના કુલ ૧૦ પોલીસ સ્ટેશનોને "બેસ્ટ પોલીસ સ્ટેશન" ની જાહેરાત કરવામાં આવે છે.
— Vadodara City Police (@Vadcitypolice) January 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
.
">ડેટા ડિજિટાઇઝેશનની કામગીરી, અન્ય અજેન્સીઓ સાથે સંકલન, પ્રજા સાથે સહયોગ અને સંવાદ કરવા બદલ ગ્રેડિંગ માટેના પેરામીટર નક્કી કરી તેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સમગ્ર દેશના કુલ ૧૦ પોલીસ સ્ટેશનોને "બેસ્ટ પોલીસ સ્ટેશન" ની જાહેરાત કરવામાં આવે છે.
— Vadodara City Police (@Vadcitypolice) January 25, 2023
.ડેટા ડિજિટાઇઝેશનની કામગીરી, અન્ય અજેન્સીઓ સાથે સંકલન, પ્રજા સાથે સહયોગ અને સંવાદ કરવા બદલ ગ્રેડિંગ માટેના પેરામીટર નક્કી કરી તેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સમગ્ર દેશના કુલ ૧૦ પોલીસ સ્ટેશનોને "બેસ્ટ પોલીસ સ્ટેશન" ની જાહેરાત કરવામાં આવે છે.
— Vadodara City Police (@Vadcitypolice) January 25, 2023
.
પસંદગીના ધારાધોરણમાં ઉત્કૃષ્ટ ગ્રેડીંગ માટેના પેરામિટરમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સમગ્ર દેશના કુલ-10 પોલીસ સ્ટેશનોને બેસ્ટ પોલીસ સ્ટેશનની જાહેરાત કરવામાં આવે છે. જેમાં રાજ્યનું બેસ્ટ પોલીસ સ્ટેશન વારસીયા પોલીસ સ્ટેશન દેશમાં 7માં ક્રમે આવ્યું છે.
આ પણ વાંચો Republic Day Police medal: 74માં પ્રજાસત્તાક દિવસે 901 પોલીસકર્મીઓને પોલીસ મેડલ એનાયત થશે
દેશના 10 બેસ્ટ પોલીસ સ્ટેશનોની જાહેરાત : તા. 20થી 22 જાન્યુઆરી 2023 દરમ્યાન ન્યુ દિલ્હી ખાતે યોજાયેલ વાર્ષિક ડી.જી.પી., આઇ.જી.પી. કોન્ફરન્સ-2022 દરમ્યાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ઉક્ત બેસ્ટ પોલીસ સ્ટેશનના ગ્રેડીંગ પેરામિટરની કામગીરી આધાર વર્ષ 2022ના કુલ-10 પોલીસ સ્ટેશનોને બેસ્ટ પોલીસ સ્ટેશન જાહેર કરવામાં આવેલ છે. જેમાં દેશના હજારો પોલીસ સ્ટેશનો પૈકી ગુજરાત રાજયના વડોદરા શહેરના વારસીયા પોલીસ સ્ટેશનને સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે સાતમો ક્રમાંક પ્રાપ્ત થયો છે.
આ પણ વાંચો 26 January Gujarat Zankhi: દિલ્હીના કર્તવ્ય પથ પર દેખાશે ગુજરાતની સાંસ્કૃતિક ઝલક.
વડોદરા શહેરના ઝોન ફોરમાં છે વારસિયા : આ અંગે વધુ માહિતી આપતા ડીસીપી ઝોન 4ના પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ પોલીસ સ્ટેશનનું રેન્કિંગ જાહેર કરવામાં આવતું હોય છે. આ વર્ષે સમગ્ર ભારતમાં વારસિયા પોલીસ સ્ટેશન સાતમા ક્રમે આવેલું છે. વડોદરા શહેરના ઝોન ફોરમાં આવેલું વારસિયા પોલીસ સ્ટેશન જી ડિવિઝન હસ્તક આવેલું છે. આ પોલીસ સ્ટેશન દેશમાં સાતમા રેન્કમાં આવ્યું છે.
રેન્કિંગ જાળવી રાખવા પ્રયત્ન કરીશું : જેના માટે જે પેરામીટર્સ હોય છે તેના અનુસંધાને આપવામાં આવતો હોય છે. જેમાં પોલીસ સ્ટેશનની સ્વચ્છતા, ગુનાનું ડિટેકશન, પ્રિવેન્શન, મહિલાઓનું બાળકો સાથેનો વ્યવહાર, આમ નાગરિકો સાથેનો વ્યવહાર સાથે અન્ય એજન્સીઓ સાથેનું કોડીનેશનને ધ્યાનમાં રાખી તેનું સર્વે કર્યા બાદ તેનો નંબર જાહેર કરવામાં આવતો હોય છે. વારસિયા પોલીસ સ્ટેશનને બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ આપવામાં આવે છે અને જે ઉપલબ્ધિ છે તે ખૂબ જ મોટી ઉપલબ્ધ છે. અમે આ રેન્કિંગ જાળવી રાખવાના પ્રયાસો કરીશું.