ETV Bharat / state

તાનશાહી લોકોને જવાબ આપવા અમે અહીં મંદિર બનાવીશું : ટીમ રિવોલ્યુશન - ટીમ રિવોલ્યુશન

વડોદરામાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ફ્લાયઓવર બ્રિજ નીચે આવેલી 2 નાના મંદિર તોડી (VMC demolished temple )પાડ્યા હતા. પાલિકા દ્વારા આ મંદિર બ્રિજમાં નડતરરૂપ હોવાનું કારણ આપીને રાતે મિશનને પાર પાડતાં લોકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. જેને લઈને ટીમ રિવોલ્યુશન દ્વારા મંદિર બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું.

VMC demolished temple: તાનશાહી લોકોને જવાબ આપવા અમે અહીં મંદિર બનાવીશું

author img

By

Published : May 14, 2022, 5:16 PM IST

વડોદરાઃ શહેરમાં પાલિકાના ભાજપના શાસકોએ લોકોના વિરોધના ડરે રાત્રિના અંધારાનો લાભ લઇ ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ફ્લાયઓવર બ્રિજ નીચે આવેલી 2 નાની ડેરીઓને તોડી પાડી હતી. પાલિકા દ્વારા આ મંદિર બ્રિજમાં નડતરરૂપ (Work of temple by Team Revolution)હોવાનું કારણ આપીને રાતે મિશનને પાર પાડતાં લોકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. જેને લઈ ટીમ રિવોલ્યુશન દ્વારા તાત્કાલિક ઈંટ, સિમેન્ટ, રેતી લાવી મંદિર બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું.

મંદિર બનાવવાનું કામ

આ પણ વાંચોઃ વારાણસીમાં કોર્ટના આદેશ પછી જ્ઞાનવાપી મસ્જિદ કેમ્પસનો સરવે શરૂ કરાયો, ક્યારે રજૂ થશે રિપોર્ટ, જૂઓ

ટીમ રિવોલ્યુશન દ્વાર મંદિર બનાવવાની કામગીરી - વડોદરા શહેરના ઓ.પી રોડ વિસ્તારમાં આવેલ રોબોટ સર્કલ પાસે પસાર થઈ રહેલા ઓવરબ્રિજને લઈને અનેક વિવાદોના વંટોળ ઉભા થયા છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા (VMC demolished temple)દ્વારા ઓ.પી રોડ રોબર્ટ સર્કલ ખાતે આવેલ 2 મંદિરોના દેરા હટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રશાસન દ્વારા હવે પોલીસ ચોકી પણ હટાવવાની હિલચાલ ચાલી રહી છે. મહત્વની બાબત છે કે આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ભારે(Vadodara Congress Protest)વિરોધ દર્શાવામાં આવ્યો હતો સાથે ટીમ રિવોલ્યુશન દ્વારા પણ મંદિર તો આજ જગ્યાએ બનશે તેવી હઠ સાથે અત્યારે હાલમાં ઈંટ , સિમેન્ટ અને રેતી દ્વાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ મંદિર બનાવવા માટે ટીમ રિવોલ્યુશન, હિન્દુ સંગઠન સાથે યુથ કોંગ્રેસ જોડાયું હતું.

આ પણ વાંચોઃ ભાજપ શાસિત કોર્પોરેશને રાતો રાત મંદિર પર ફેરવ્યું બૂલડોઝર, કૉંગ્રેસે આ રીતે આપ્યો વળતો જવાબ

મંદિરતો અહીં જ બનશે - વડોદરા શહેરના ઓલ પાદરા રોડ પર આવેલ રોબર્ટ સર્કલ ખાતે રાતો રાત મંદિર તોડવાના બનાવને લઈને ટીમ રિવોલ્યુશન એક્શનમાં આવી છે. ટીમ રિવોલ્યુશના સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે ધર્મ પ્રત્યે આસ્થા દુભાઈ છે હજારો હિંદુ ભક્તોની લાગણી દુભાઈ છે જેના કારણે અમે સરકારને જવાબ આપવા અહીં આવ્યા છીએ. આ બાબતે મંદિરના પૂજારીને જાણ કરવામાં આવી હોય તો મંદિર સ્થળાંતર થઈ શકતું પણ તાનશાહી લોકોને જવાબ આપવા તાત્કાલિક અમે અહીં જ મંદિર બનાવીશું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.