ETV Bharat / state

કોરોના ઈફેક્ટઃ 210 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર માંડવીમાં સુપ્રસિદ્ધ વિઠ્ઠલનાથજી નગરચર્યાએ ન નીકળ્યા - વિઠ્ઠલનાથજીનો 211મો વરઘોડો નીકળશે નહી

માંડવી ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાંથી ભગવાન વિઠ્ઠલનાથજીનો 211મો વરઘોડો આજે દેવપોઢી અગિયારસના દિવસે શહેરમાં નીકળ્યો નહોતો. 210 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ભગવાન વિઠ્ઠલનાથજી પહેલી વખત આજે નગરચર્યાએ નીકળ્યા નથી. લોકલાગણીને માન આપીને ભગવાનનો વરઘોડો મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવ્યો હતો.

માંડવી
માંડવી
author img

By

Published : Jul 1, 2020, 4:18 PM IST

વડોદરાઃ કોરોના વાઈરસની મહામારીના કારણે માંડવી ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાંથી ભગવાન વિઠ્ઠલનાથજીનો 211મો વરઘોડો આજે દેવપોઢી અગિયારસના દિવસે શહેરમાં નીકળ્યો નહોતો. એટલે કે, 210 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ભગવાન વિઠ્ઠલનાથજી પહેલી વખત આજે નગરચર્યાએ નીકળ્યા નથી. ભગવાનનો વરઘોડો મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવ્યો હતો અને પરંપરા મુજબ રાજવી પરિવાર દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

  • 210 વર્ષમાં પહેલીવાર બંધ રખાયો વિઠ્ઠલનાથજીનો વરઘોડો
  • લોકમાગણી પગલે મંદિર પરિસરમાં જ વરઘોડો ફેરવાયો

મંદિરના પૂજારી હરીઓમ રામક્રૃષ્ણ વ્યાસે જણાવ્યું હતું કે, માંડવી ખાતે શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર આવેલું છે. અષાઢ સુદ એકાદશી જે દેવપોઢી અગિયારસ તરીકે ઓળખાય છે.

ઉલ્લેખનીય છે કે, દેવપોઢી અગ્યાિરસના દિવસે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો ભવ્યાતિભવ્ય વરઘોડો કાઢવામાં આવે છે, પરંતુ વૈશ્વિક કોરોના વાઈરસની મહામારીના કારણે ભગવાનનો વરઘોડો શહેરના માર્ગો ઉપર કાઢવામાં આવ્યો નહોતો, પરંતુ નીજ મંદિર પરિસરમાં જ નાની પાલખીમાં ભગવાનને બિરાજમાન કરાવીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં ખૂબ ઓછા ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરંપરા મુજબ રાજવી પરિવાર દ્વારા ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવી હતી, ત્યારબાદ ભગવાનને નાની પાલખીમાં બિરાજમાન કરાવીને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે નીજ મંદિરમાં જ વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

વરઘોડા બાદ શ્રદ્ધાળુઓ માટે સવારે 10થી બપોરે 1 અને સાંજે 4થી 7 વાગ્યા સુધી ભગવાનના દર્શન માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇ સેનેટાઇઝની પણ સુવિધા કરવામાં આવી છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે રીતે શ્રદ્ધાળુઓને લાઇનમાં દર્શન કરવા માટે જવા દેવામાં આવ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.