વડોદરા : શહેરના મકરપુરા વિસ્તારના જયરામનગર વિસ્તારમાં બકરો લઇ સમીર પઠાણ નામનો યુવક ઉભો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા મેહુલ ભરવાડ નામનો યુવક પોતાની બાઇક પુર ઝડપે નજીક આવતા સમીરે ગાડી ધીમી ચલાવવા કહેતા સામાન્ય બાબતમાં ચાર યુવાનોએ જાહેરમાં લાકડીના ફટકા મારી ઢોર માર માર્યા હતો. હુમલાખોર ટોળકીનો ભોગ બનેલા યુવાનના ત્રણ દાંત તૂટી ગયા હતા અને બીજીવાર માથાકૂટ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર બનાવનો સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ થયો હતો. આ બનાવ અંગે મકરપુરા પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય ત્રણ હુમલાખોર દોડી આવ્યા : પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ 1 માર્ચના રોજ શહેરના મકરપુરા વિસ્તારમાં મરાઠીની ચાલીમાં રહેતો સમીર પઠાણ તેનો બકરો લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે બાઇક લઇને પસાર થનાર શખ્સે પશુપાલકને વાહન ધીમે ચલાવવા જણાવ્યા બાદ થયેલી તકરારએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બાઇક સવાર યુવાને ઝઘડા અંગેની જાણ તેના મિત્રોને કરતાં ત્રણ શખ્સો ત્યાં મારક હથિયારો સાથે આવી પહોંચ્યા હતા અને સમીર પઠાણને ગેરીને ઢોર માર માર્યો હોવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ પણ વાંચો : Rajkot Crime: અસામાજિક તત્વોનો ત્રાસ, મનહરપુર ગામમાં રાત્રે ઘર પર પથ્થર ફેંક્યા
સમીર પઠાણને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો : ભોગ બનનાર સમીર પઠાણને બાબતમાં માર માર્યા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેના મોઢામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલામાં સમીરના ત્રણ દાંત તૂટી ગયા હતા. હુમલામાં ઇજા પામેલા સમીરે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મકરપુરા વિસ્તારમાં જાહેર રોડ ઉપર બનેલા આ બનાવે જાણે પોલીસનો ખોફ ન હોય તે પ્રકારે આ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા સમગ્ર મામલે મકરપુરા પોલીસે ફરિયાદ નોંધી ચાર શખ્સોની અટકાયત કરી છે.
આ પણ વાંચો : Vadodara News : માણેજામાં ગાયે ભેટીએ ચડાવતાં વૃદ્ધ મહિલાનું મોત, જુઓ હૈયુ હચમચાવનારો વીડિયો
હુમલાખોર ચાર શખ્સો : બેરહેમીથી યુવક પર હથિયાર ચલાવતા આ ચારે શખ્સોને પોલીસે ઝડપી પડ્યા છે. જેમાં મુખ્ય આરોપી મેહુલ ભરવાડ, સંજય ભરવાડ, ધમો ભરવાડ અને દેવરાજ ભરવાડને (તમામ રહે. મકરપુરા ગામ ,જશોદા કોલોનીના નાકે ,ભરવાડ વાસ વડોદરા) પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આરોપીની ધરપકડ: આ અંગે મકરપુરા પોલીસ મથકના PI આર.કે. સોલંકીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીઓમાં યુવકને માર મારતા શખ્સોની પોલીસે ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.