વડોદરા: કહેવાય છે કે, જ્યારે કોઈ સફળતા હાસિલ કરવી હોય ત્યારે કોઈ ઉંમર કે સમય હોતો નથી. જે મહેનત કરે છે, જે જરૂર સફળ થાય છે. વડોદરાની એવી પાંચ મહિલા સ્વીમર્સની કે જેઓ ભલે ઉંમર પચાસને પાર છે. પરંતુ યુવા સ્વીમર્સને પણ પાછળ છોડે તેવી તાકાત તેઓમાં જોવા મળી રહી છે. હાલમાં શહેરના કારેલીબાગ સ્વિમિંગ પુલમાં પ્રેક્ટિસ કરી આગામી દિવસોમાં આંતરાષ્ટ્રીય સ્તરે દુબઇ ખાતે યોજાનાર સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લેશે.
350થી વધારે મેડલઃ આ મહિલાઓમાં બે મહિલાઓ પાસે 350થી વધુ મેડલ મેળવેલ છે. તેઓ આંતરાષ્ટ્રીય સ્તરે જવા માટે મદદ માંગી રહ્યા છે. તેઓ માસ્ટર કેટેગરીમાં હોવાથી સરકાર મદદ નથી કરતી. તેઓએ પોતાના ખર્ચે અન્ય દેશમાં આંતરાષ્ટ્રીય કક્ષાએ રમવા માટે આગામી દિવસોમાં જશે. આ મહિલાઓમાં કરૂણાસિંગ, માધુરી પટવર્ધન, લીલા ચૌહાણ, જાગૃતિ ચૌધરી અને વિભા દેશપાંડે છે. આ તમામ મહિલાઓ દિલ્હી ખાતે યોજાયેલ SBKF સ્વિમિંગ કોમ્પિટિશનમાં તમામને મેડલ મેળવ્યા છે.
ઈન્ટરનેશનલ લેવલે પસંદગીઃ તે તમામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા છે. આ અંગે કરુણાસિંગે જણાવ્યું હતું કે, મેં મહિનામાં યોજાયેલ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે દિલ્હી ગયા હતા. જેમાં વડોદરાની પાંચ મહિલાઓ ગઈ હતી. આ તમામની ઉમર 50 વર્ષથી વધુ છે. હું સ્વિમિંગ, એથ્લેન્ટ્સ અને સાયકલિંગ કરું છું. એટલે તમામ ઇવેન્ટમાં ભાગ લઇ રહી છું. દિલ્હી યોજાયેલ સ્પર્ધામાં ગોલ્ડ મેળવી આંતરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા છે. આગળ 18 ઓગસ્ટના રોજ શ્રીલંકા જઈ રહી છું જે એથ્લેન્ટિકસનું આયોજન છે.
દુબઈમાં આયોજનઃ ઓક્ટોબર-નવેમ્બરમાં દુબઇ ખાતે યોજાનાર સ્વિમિંગનું આંતરાષ્ટ્રીય સ્પર્ધામાં જવાનું છે. હાલમાં મારી પાસે 350 થી વધુ મેડલ છે. હું મલ્ટી રમતમાં ભાગ લઇ રહી છું. હું ટ્રાયથલીટ છું. મારી સાથે અન્ય બે મહિલા ટ્રાયથલીટ છે અમે ઇન્ટરનેશનલ માટે ટ્રાય કરીશું અને માસ્ટર કેટેગરીમાં કોઈ પણ ગવર્મેન્ટ તરફથી મદદ મળતી નથી. આ સ્વ ખર્ચે જવાનું હોય છે. એટલે સુધી આવ્યા છીએ ત્યારે હવે આંતરાષ્ટ્રીય કક્ષાએ પર્ફોમ બદાજ શાંતિથી બેસીશું જેની આ તૈયારીઓ છે.
સ્વિમિંગ જરૂરી છેઃ આ અંગે ડો.જાગૃતિ ચૌધરીએ જણાવ્યું હતું કે, હું 30 વર્ષથી એસએસજી હોસ્પિટલમાં સીએમઓ તરીકે નોકરી કરું છું. અને મેં મહિનામાં SBKF દ્વારા આયોજીત સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને મેડલ પ્રાપ્ત થયા હતા. હું ડૉક્ટર તરીકે એક વાત ચોક્કસ કરીશ કે સ્વિમિંગ એકમાત્ર એવું છે કે જે કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન આવે છે.