વડોદરા : કરજણના ફતેપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીની કેનાલમાંથી એક જ પરિવારની બે સગીર દીકરીઓના મૃતદેહ મળી આવ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ કરજણ તાલુકાના ફતેપુરા ગામે રહેતા પ્રવીણભાઈ પટેલની બે સગીર દીકરીઓ કોઈક કારણોસર ઘરેથી ગુમ થઈ હતી. એક જ પરિવારની બે દીકરીઓ હતી. ઘરમાં ચાલતા કંકાસથી કંટાળીને આ બંને દીકરીઓએ પોતાનો અંતિમ શ્વાસ લીધો હતો.
પરિવારનો માળો વિખાયો : કરજણના ફતેપુરા ગામે રહેતા પ્રવીણભાઈ પટેલની બે સગીર વયની દીકરીઓ ગઈકાલે બપોરના સમયથી આ બંને દીકરીઓ ઘરેથી ચાલી નીકળી હતી. રાત્રિના સમય દરમિયાન બંને દીકરીઓ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ જાણવા મળતી માહિતી મુજબ આ બંને દીકરીઓ ઘરમાં ચાલતા કંકાસ આ બંને દીકરીઓને લાગી આવતા બંને દીકરીઓ ઘરેથી ચાલી નીકળી હતી અને બંનેએ નર્મદા કેનાલમાં ઝંપલાવી દીધું હતું.
આ પણ વાંચો : Porbandar Crime : બુટલેગરના બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
સ્થાનિક માછીમારો દ્વારા કરજણ પોલીસને જાણ : સ્થાનિક માછીમારોને આ બંને દીકરીઓના મૃતદેહ પાણીમાં તરતા જોઈને તેઓએ ગ્રામજનોને જાણ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ કરજણ પોલીસને પણ કરી હતી. જેથી મોટી સંખ્યામાં ગ્રામજનો અને કરજણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી માછીમારોની મદદ મેળવી આ બંને દીકરીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
આ પણ વાંચો : Ahmedabad Crime: આજે તો 108 માં તારો મૃતદેહ જશે, એમ કહીને આધેડની હત્યા કરી નાંખી
હોસ્પિટલ ખાતે ખસેડાઈ દિકરીઓ : માછીમારો દ્વારા કરજણ પોલીસને જાણ કરતા જ કરજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાંથી બંને દીકરીઓના મૃતદેહનો કબજો મેળવી બંને દીકરીઓને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે કરજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ બાબતે કરજણ પીએસઓ એ જણાવ્યું હતું કે, હાલ બંને ને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને આગળની તપાસ ઘરી છે.