વડોદરા: કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનની મુદત તારીખ 3 મે સુધી લંબાવામાં આવી છે, ત્યારે,જરૂરિયાત મંદોને જીવન જરૂરિયાતની સાધન સામગ્રી મળી રહે તેમાટે તંત્ર કટિબદ્ધ છે.
બીજી તરફ સયાજીગંજ બરોડા સેન્ટ્રલ કો.ઓપ.બેંકના અતુલ પટેલ અને ભારતીબેન દ્વારા શહેર પોલીસ કમિશ્નરને 1 માસ ચાલે તેટલી રાશન કીટ જરૂરિયાત મંદ લોકોને આપવા માટે સુપ્રત કરાઈ હતી. જેને બુધવારે ટ્રાફિક બ્રિગેડની 140 જેટલી મહિલા કર્મચારીઓને તેમજ પોલીસ ભવન ખાતે ફરજ બજાવતા પટાવાળા અને સફાઈ કર્મચારીઓને 60 જેટલી રાશન કીટનું પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.