ETV Bharat / state

શહેર-રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજનું CM પટેલે કર્યું લોકાર્પણ - Book Launching Vadodara

વડોદરા શહેર અને રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજને (Longest Bridge of Gujarat State) રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ખુલ્લો મૂક્યો છે. રવિવારે આ બ્રીજ શરૂ થઈ જતા લોકોને વર્ષના અંતે એક મોટી ભેટ મળી ગઈ છે. આ સાથે જ સમા ઉધાન ,ઐતિહાસિક ન્યાયમંદિર, પુસ્તક વિમોચન વગેરેનો કાર્યક્રમ સર સયાજીનગર ગૃહ ખાતે યોજાયો હતો.

શહેર-રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજનું CM પટેલે કર્યું લોકાર્પણ

author img

By

Published : Dec 25, 2022, 6:05 PM IST

શહેર-રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજનું CM પટેલે કર્યું લોકાર્પણ

વડોદરાઃ વડોદરાવાસીઓ જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એ ઘડી રવિવારે આવી હતી. રવિવારે વડોદરામાં આવેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજ્યના સૌથી લાંબા બ્રીજનું (Longest Bridge of Gujarat State) લોકાર્પણ કર્યું છે. જેનાથી વડોદરાવાસીઓને હવે એક મોટી રાહત ઊભી થશે. રૂપિયા 230 કરોડનો બ્રિજ ,64.82 લાખ નું ઉધાન, ઐતિહાસિક ઇમારતની વડોદરાને ભેટ મળી છે.

આ પણ વાંચોઃ વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી મળ્યો અજાણ્યા શખ્સનો મૃતદેહ, પોલીસ થઈ દોડતી

રાજ્યનો સૌથી લાંબો બ્રિજઃ વડોદરા શહેર અને રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજનું મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અટલ બ્રિજ મનીષા ચાર રસ્તાથી ગેંડા સર્કલ સુધીનો 3.5 કિમિ લાંબો છે. આ સાથે શહેરના સર સયાજીનગર ગૃહમાં મુખ્યપ્રધાન દ્વારા શહેરના સમા વિસ્તારમાં તૈયાર થયેલ નવીન ઉદ્યાનનું લોકાર્પણ કરાયું હતું. વડોદરાનું ગૌરવ એવી ઐતિહાસિક ઈમારત ન્યાયમંદિર વડોદરા મહાનગરપાલિકાને અર્પણ કરવામાં આવી હતી. વડોદરા સ્માર્ટ સિટી ડે.લિ. દ્વારા પ્રકાશિત " Majestic Vadodara - Pages From the Past" પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ અશાંતધારા હેઠળ વડોદરા શહેરમાં 14 વિસ્તારો સમાવાયા, શહેરના ચારે ઝોનનો સમાવેશ

ટ્રાફિકમાંથી મુક્તિઃ વડોદરાવાસીઓને ટ્રાફિકમાંથી મુક્તિ મળે તે માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલો રાજ્યનો સૌથી લાંબો 3.5 km બ્રિજ ખુલ્લો મૂકાયો છે. ગેંડા સર્કલ પાસે પાસે તકતીનું અનાવરણ કરાયું હતું. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયની જયંતિ હોવાથી આ બ્રિજનું નામ અટલ બ્રિજ આપવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.