ETV Bharat / state

Vadodara suicide case: વડોદરામાં વિદ્યાર્થીએ મિત્રના એપાર્ટમેન્ટના પાંચમા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો - વડોદરા ગોત્રી ગોકુળનગર સોસાયટી

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના (Vadodara Maharaja Sayajirao University)એન્જિનિયરિંગના વિદ્યાર્થી પોતાના મિત્રના એપાર્ટમેન્ટના પાંચમા માળેથી પડતું મૂકી આપઘાત કરવાની ઘટના સામે આવી છે. ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગમાં ભણતા વિદ્યાર્થી મોડી રાત્રે મિત્રના ઘરે આવી કેમ આપઘાત કર્યો એ (Vadodara suicide case)સવાલ ઉઠ્યો છે.આ બનાવ અંગે ગુનો દાખલ કરી (Vadodara Gotri Police)કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Vadodara suicide case: વડોદરામાં વિદ્યાર્થીએ મિત્રના એપાર્ટમેન્ટના પાંચમા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો

author img

By

Published : Jan 13, 2022, 4:25 PM IST

વડોદરાઃ શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એન્જિનિયરિંગના (Vadodara Maharaja Sayajirao University)17 વર્ષીય વિદ્યાર્થી પોતાના મિત્રના એપાર્ટમેન્ટના પાંચમા માળેથી (Vadodara suicide case)પડતું મૂકી આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગમાં ભણતા વિદ્યાર્થી મોડી રાત્રે મિત્રના ઘરે આવી કેમ આપઘાત કર્યો એ સવાલ ઉઠ્યો છે. આ બનાવ અંગે ગોત્રી પોલીસે (Vadodara Gotri Police)આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
ગોકુળનગર સોસાયટીમાં વિદ્યાર્થી રહેતો

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી ગોકુળનગર સોસાયટીમાં (Vadodara Gotri Gokulnagar Society)વિદ્યાર્થી રહેતો હતો. મોડી સાંજે 6 વાગ્યા સુધી તેણે મિત્રો સાથે સોશિયલ મીડિયા પર ચેટ કરી હતી. એ પછી ગોત્રી રોડ પર આવેલા શિવાલય હાઇટ્સમાં રહેતા મિત્રને મળવા ગયો હતો. જો કે પોતાના મિત્રને મળતાં પહેલાં શિવાલય હાઇટ્સના ડી બ્લોકના પાંચમા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. સાંજે 7 વાગ્યાની આસપાસ પાર્કિંગમાં જોરથી પડવાનો અવાજ આવતા વિદ્યાર્થીનો મિત્ર તેનો પરિવાર તથા બિલ્ડિંગના રહીશો દોડી આવ્યા હતા, શિવાલય હાઇટ્ર્સના પાંચમા માળેથી પડતું મૂકતાંની સાથે મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ પરિવારજનોને કરવામાં આવતા તુરંત બધાં દોડી આવ્યાં હતાં. મયૂરનાં માતા તેમજ ભાઈ-બહેનના હૈયાફાટ રૂદને સૌને ખળભળાવી મૂક્યા હતા. તેના પિતા દુબઇમાં છે અને પુત્રના મોતના સમાચારે તેમને ખળભળાવી મૂક્યા હતા.

આ પણ વાંચોઃ Uttarayan 2022 Gujarat: આ વર્ષે સ્વાદ રસિયાઓને ઊંધિયું પડી શકે છે મોંઘું

પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

આ બનાવની જાણ ગોત્રી પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી અપાયો હતો. મયૂર ભણવામાં ખૂબ હોશિયાર હતો અને હાલમાં કોરોનાના કારણે ઓનલાઇન અભ્યાસ ચાલતો હતો. બપોર બાદ તે ટ્યુસન ક્લાસમાં પણ જતો હતો પોલીસે આપેલી માહિતી પ્રમાણે ગોત્રી રોડ શિવાલય હાઇટ્સના ડી બ્લોકના પાંચમા માળેથી પડતું મૂકનાર મયૂર શિર્ષદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આ બનાવ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Makar Sankranti 2022: ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.