ETV Bharat / state

વડોદરા સુગર ફેક્ટરી ઉચાપત કેસમાં આખરે 12 આરોપીઓ થશે જેલભેગા, કોર્ટે કરી સજા - Vadodara sugar factory embezzlement accused

વડોદરા શહેરની સુગર ફેક્ટરીના ઉચાપત કેસમાં (Vadodara sugar factory embezzlement) કોર્ટે મહત્વપૂર્ણ હુકમ કર્યો હતો. કોર્ટે (embezzlement accused sentenced by Karjan Court) આ કેસમાં પૂર્વ ચેરમેન સહિત 12 લોકોને સજા ફટકારી છે. આ સાથે જ સહકારી ક્ષેત્રના આગેવાનોમાં ફફડાટ ફેલાયો છે.

વડોદરા સુગર ફેક્ટરી ઉચાપત કેસમાં આખરે 12 આરોપીઓ થશે જેલભેગા, કોર્ટે કરી સજા

author img

By

Published : Dec 16, 2022, 2:56 PM IST

કોર્ટે 3 વર્ષની સજા ફટકારી

વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી સુગર ફેક્ટરી ઉચાપતનો કેસ (Vadodara sugar factory embezzlement) ચર્ચામાં હતો. ત્યારે હવે કોર્ટે (embezzlement accused sentenced by Karjan Court) આ મામલે 12 આરોપીઓને (Vadodara sugar factory embezzlement accused) સજા ફટકારતા સહકારી ક્ષેત્રનાં આગેવાનોમાં ફફડાટ ફેલાયો છે. આ ફેક્ટરી છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હતી. થોડા દિવસ અગાઉ જ રાજ્ય સરકારે કસ્ટોડિયન તરીકે 6 હોદ્દેદારોની નિમણૂક કરી તેના કાર્યરત્ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વર્ષ 2003થી 2007 દરમિયાન બોર્ડ ઑફ ડિરેક્ટર્સ અને ફેક્ટરીના કર્મચારીઓ દ્વારા વિવિધ ઉચાપતના કેસ નોંધવામાં આવ્યા હતા.

કોર્ટે 3 વર્ષની સજા ફટકારી આમાંથી એક કેસ 20,00,000 રૂપિયાની ઉચાપતનો હતો. જ્યારે બીજો કેસ વડોદરા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ શુગર કેન ગ્રોઅર્સ યુનિયન લિમિટેડમાં (Vadodara sugar factory embezzlement) 10 કરોડ રૂપિયાથી વધુની ઉચાપતનો કેસ હતો. આ કેસમાં મંડળીના તત્કાલીન પ્રમુખ અને સહકારી અગ્રણી જયકાંત પટેલ સહિત કુલ 23માંથી 12 લોકોને કરજણ કોર્ટે (embezzlement accused sentenced by Karjan Court) દોષિત માન્યા છે અને તમામને 3 વર્ષ જેલની સજા તેમ જ 3000 રૂપિયા દંડનો હુકમ કર્યો છે.

12 પૈકી એક આરોપીનું મૃત્યુ થઈ ચૂક્યુ છે કરજણ તાલુકાના (embezzlement accused sentenced by Karjan Court) ગંધારા ગામે આવેલી વડોદરા ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ શુગર કેન ગ્રોઅર્સ યુનિયન લિમિટેડમાં ઉચાપત મામલે વર્ષ 2009માં રિઓડિટ કરવામાં આવ્યું હતું, આમાં વર્ષ 2005થી 2008ના સમયગાળામાં 10.53 કરોડ રૂપિયાની ઉચાપત થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું.

10 કરોડ પછી 20 લાખની ઉચાપત સામે આવી હતી આ ઉપરાંત અન્ય એક તપાસમાં 20,00,000 રૂપિયા કરતા વધુની ઉચાપત થઈ હોવાનું પણ ઝડપાયું હતું. આ સંદર્ભે કરજણ પોલીસ સ્ટેશનમાં (Karjan Police Station) જેતે સમયે 10.53 કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં મંડળીના પ્રમુખ જયકાન્ત પટેલ, ઉપપ્રમુખ દેવેન્દ્ર ઠાકર સહિત 17 આરોપીઓ (Vadodara sugar factory embezzlement accused) સામે અને 20,00,000 રૂપિયાની ઉચાપતના કેસમાં પણ 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી.

ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 12 આરોપીઓને સજા ફટકારી આ કેસ કરજણ કોર્ટમાં (embezzlement accused sentenced by Karjan Court) ચાલી જતા સરકારી વકીલ જે. એસ. સોનીની દલીલો અને પૂરાવાઓને ધ્યાનમાં રાખીને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ. એસ. સુતરીયાએ 10.53 કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં સુનાવણી કરી હતી. તેમણે આ કેસમાં આરોપી જયકાંત પટેલ સહિત 9 આરોપીઓને અને 20,00,000 રૂપિયાની ઉચાપતના કેસમાં 3 આરોપીને મળી કુલ 12 આરોપીને દોષિત માન્યા હતા. ત્યારબાદ મેજિસ્ટ્રેટે તમામ આરોપીઓને (Vadodara sugar factory embezzlement accused) 3 વર્ષની જેલની સજા અને 3,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. જ્યારે 11 આરોપીઓને પૂરતા પૂરાવાઓના અભાવે શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવા હૂકમ કર્યો છે.

11 હયાત સજા પામનારા આરોપીઓના નામ (1) જયકાન્ત અંબાલાલ પટેલ, પૂર્વ ચેરમેન, વડોદરા શુગર, (2) દેવેન્દ્ર અંબાલાલ ઠક્કર, પૂર્વ વાઈસ ચેરમેન (હાલ ડિરેક્ટર,શિનોર), (3) યોગેશ ભાઈલાલભાઈ પટેલ, પૂર્વ ડિરેક્ટર, શુગર, (4) વસંત ઉત્તમરાવ પાટિલ પૂર્વ એમ.ડી., (5) નરેન્દ્ર ચંદુભાઈ સોલંકી, પૂર્વ એમ.ડી., (6) પરંતપ ચીમનભાઈ જોષી પરચેઝ અને અન્ય કામગીરી, (7) કૌશલ રામનારાયણ શર્મા એકાઉન્ટન્ટ, (8) હિમાંશુ ભીખાભાઈ પટેલ, કેશિયર, (9) દેવાંગ જગન્નાથભાઈ સુથાર, અલકાપુરી ઓફિસનું સંચાલન (10).ચન્દ્રકાન્ત મનીભાઇ પટેલ પૂર્વ ડિરેક્ટર, (11) સમીર મહેન્દ્રભાઇ મસાલીયા વેપારી, ખોટી પાવતી આપનાર. આ સમગ્ર ઘટના બનતા સમગ્ર વડોદરા જિલ્લાની સહકારી મંડળીઓમાં ફફડાટ ફેલાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.