વડોદરા: દિવસે દિવસે ગુનાહિત એકમો સક્રિય થતા જોવા મળી રહ્યા છે. જેમને રોકવા માટે વડોદરા પોલીસ તેમજ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સતત કાર્યવાહી(Sustained action by Vadodara Police) કરવામાં આવી રહી છે. દારૂ અને માદક પદાર્થના ગુનામાં ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે દરમિયાન વડોદરા શહેર SOG (Special Operations Group) દ્વારા 1.686 કિલોગ્રામ માદક પદાર્થ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. (Vadodara SOG seized 1.686 kg of drugs)
બાતમીના આધારે પાડી રેડ: એસઓજીના અધિકારીને બાતમીદાર પાસેથી ચોક્કસ માહિતી મળી હતી કે વાડી ખાનગા મહોલ્લા, માસુસ ચેમ્બર્સના ચોથા માળે ભાડાના મકાનમાં રહેતો વસીમ નામનો શખ્સ ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરે છે. અને હાલમાં તે તેના ઘરે હાજર છે અને ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. માહિતી મળતા પોલીસે જણાવેલા સ્થળ પર જઈ રેડ પાડવામાં આવી હતી. એસઓજી દ્વારા રેડ પાડતા આરોપી નામનો વસીમ સિકંદર દિવાન ગાંજાના જથ્થા સાથે ઝડપાયો હતો.
આ પણ વાંચો: રાજકોટમાં દારૂની મહેફિલમાં જનતા રેડ, 8થી વધુ શખ્સોને પૂરી દીધા
આર્થિક ફાયદ માટે માદક પદાર્થનું વેચાણ: આરોપી છેલ્લા ચાર-પાંચ મહિનાથી પારૂલ યુનિવર્સિટીની આગળ ગેરકાયદેસર ગાંજાની ખરીદી કરી વેચાણ કરતો હતો. ત્યારે એસોજીના જણાવ્યા અનુસાર પકડાયેલ આરોપી પારૂલ યુનિવર્સિટીની આગળ મીનામાસી નામની મહિલા તેમજ તેને ત્યાં કામ કરતા એક અજાણ્યા શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો ખરીદતો હતો. ત્યારબાદ તેની નાની નાની પડીકીઓ બનાવી ગ્રાહકોને છૂટક વેચાણ કરી આર્થિક ફાયદો મેળવતો હતો.
આ પણ વાંચો: ગાંજો વેચવા બદલ યોગ શિક્ષકની ધરપકડ, 10 કિલો ગાંજો જપ્ત
આરોપી સામે ગુનો દાખલ: પોલીસે આરોપી પાસેથી 1.686 કિલોગ્રામ ગાંજાના જથ્થા સહિત કુલ રૂપિયા 25,960નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.