ETV Bharat / state

Vadodara Crime : ચોરીનો બનાવ અટકાવવા વિધર્મીએ સિક્યુરિટીને હથિયારના ઘા ઝીંકી કરી હત્યા - વડોદરામાં વિધર્મીએ યુવકની હત્યા

વડોદરામાં ચોરીનો ઈરાદો બચાવવા ગયેલા સિક્યુરિટીની હત્યા કરવામાં આવી છે. સિક્યુરિટી યુવકના 30 મેના રોજ લગ્ન થવાના હતા. ત્યારે APMC માર્કેટની બાજુમાં રાત્રે કેબિનમાં અવાજ આવતા યુવક ત્યાં તપાસવા ગયો હતો. ત્યારે અજાણ્યા શખ્સે ઉશ્કેરાઈને આ સિક્યુરિટીની હથિયાર વડે હત્યા કરી નાખી હતી.

Vadodara Crime : ચોરીનો ઈરાદો બચાવવા ગયેલા સિક્યુરિટીની હથિયારના ઘા ઝીંકી કરાય હત્યા

author img

By

Published : Apr 24, 2023, 5:01 PM IST

વડોદરામાં ચોરીનો ઈરાદો બચાવવા ગયેલા સિક્યુરિટીની હત્યા

વડોદરા : વડોદરા શહેર પાસેથી પસાર થતો નેશનલ હાઇવે પર APMC માર્કેટ પાસે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા યુવક નાસ્તાની કેબિનમાંથી અવાજ આવતા ત્યાં પહોચ્યો હતો. ત્યાં પહોંચતા જ ચોરીના ઈરાદાથી આવેલા શખ્સને ટકોર કરતા સિક્યુરિટી જવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને ત્યાં જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક યુવકના આગામી 30મે ના રોજ લગ્ન હોવાથી ખુશીનો માહોલ મોતના માતમમાં ફેરવાઇ ગયો હતો. આ બનાવ અંગે બપોદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે બપોદ પોલીસે એક શખ્સની અટકાયત પણ કરી હોવાની માહિતી સામે આવી રહી છે.

શું હતો સમગ્ર બનાવ : સમગ્ર ઘટના અંગે જાણ થતા બપોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટના અંગે બપોદ પોલીસે આ મૃતક યુવકની મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ બનાવના પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી હુમલો કરનાર પૈકી એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. તેવી પોલીસ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે. હાલમાં સિક્યુરિટી જવાનની થયેલી હત્યાને લઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વિધર્મી આરોપી
વિધર્મી આરોપી

આ પણ વાંચો : Bharuch crime news: ભરૂચમાં વેપારી પર થયેલા ફાયરિંગના બનાવમાં ચોંકાવનારો ખુલાસો, પુત્રએ જ પિતાની હત્યા માટે સોપારી આપી હતી

તીક્ષ્ણ હથિયારના ઘા વડે હુમલો : આ અંગે સમાજના અગ્રણી વિનોદ ભરવાડે જણાવ્યું હતું કે, ગઈકાલે મોડી રાત્રે નેશનલ હાઈવે APMC માર્કેટની બાજુમાં આવેલ મીનાક્ષી ટ્રાન્સપોર્ટની ગોડાઉનમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા સુરેશ ભરવાડ રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં બાજુમાં આવેલ કેબિનમાં અવાજ આવ્યો હતો. આ સ્થળ પર જતા ત્યાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તે કેબિનની ચોરી કરવાના ઇરાદે તોડી રહ્યા હતા. આ દરમિયાન સુરેશ ભરવાડે પૂછતાં ઉશ્કેરાઈ અજાણ્યા શખ્સે તેમના પર તીક્ષ્ણ હથિયાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના સ્થળે તેઓને ઉપરા છાપરી છરીના ઘા ઝીંક્યા હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : Bhavnagar Crime : ગઇકાલથી ગુમ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો, પિતાએ મિત્ર સામે શંકાની સોય તાણી

યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ : તેઓ મૂળ ખંભાત તાલુકાના વતની છે અને આગામી 30 મે ના રોજ લગ્ન હોવાથી ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો છે. સમાજના અગ્રણી દ્વારા ઉગ્ર માંગણી છે કે, આ રીતે વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલી હત્યાને કોઈપણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં. કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.

પોલીસનું નિવદેન : વડોદરા શહેરના નેશનલ હાઈવે પાસે થયેલ હત્યા મામલે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે 8 પર APMC આવેલી છે. તેની સામે જય અંબે ટ્રાન્સફર કંપનીમાં સુરેશ ભરવાડ સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ રાત્રે કંપની સામે આવેલા પાનના ગલ્લે એક શખ્સ ચોરીના ઇરાદે આવ્યો હતો. તેનું નામ આરીફ છે અને તેને આ સિક્યુરિટી ગાર્ડ સુરેશભાઈ રોકવા જતા બંને વચ્ચે જપા જપી થઈ હતી. આરોપી આરીફ શેખે સિક્યુરિટી ગાર્ડને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતર્યા હતા. આ દરમિયાન પન્ના ગલ્લાના માલિક ધર્મેશભાઈ ત્યાં પહોંચતા આરોપી ફરાર થઇ ગયો હતો. સ્થળ પર આરોપી પોતાનું બાઈક મૂકીને ફરાર થઈ ગયો હતો. આ બાઇકના આધારે આરોપી સુધી પહોંચી અટકાયત કરી લેવામાં આવી છે. આ આરોપી સામે અગાઉ પણ 7 જેટલા શરીર સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં CCTVના આધારે અન્ય આરોપીઓ હતા કે કેમ તે અંગે પણ તપાસ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.