ETV Bharat / state

Baroda Dairy Scam: બરોડા ડેરીમાં ડિરેક્ટર્સે પર ધારાસભ્યએ લગાવ્યા ગંભીર આક્ષેપ, કહ્યું 'મેં રૂકેગા નહીં' - Vadodara Savli MLA Ketan Inamdar

વડોદરાની બરોડા ડેરી ફરી વિવાદમાં આવી છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ડેરીના ડિરેક્ટર્સ પર ગંભીર આક્ષેપ લગાવી કલેક્ટર સાથે મુલાકાત પણ કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે ધારાસભ્યએ શું કહ્યું જોઈએ આ અહેવાલમાં.

Baroda Dairy Scam: બરોડા ડેરીમાં ડિરેક્ટર્સે પર ધારાસભ્યએ લગાવ્યા ગંભીર આક્ષેપ, કહ્યું 'મેં રૂકેગા નહીં'

author img

By

Published : Feb 10, 2023, 10:32 PM IST

આખરે તપાસના આદેશ

વડોદરાઃ શહેરના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના કારણે ફરી એક વાર બરોડા ડેરીમાં ભરતી કૌભાંડ ચર્ચામાં આવ્યો છે. ધારાસભ્યએ ગયા અઠવાડિયે બરોડા ડેરીમાં ડિરેક્ટરો દ્વારા તેમના સંબંધીઓને નોકરી આપી હોવા તથા લાયકાત ન હોય તેવા લોકોની પણ ભરતી કરી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ તેમણે આ મામલે કલેક્ટર સાથે મુલાકાત કરી તપાસની માગણી કરી હતી. ત્યારે હવે ભરતી કૌભાંડ મામલે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરશે તેવા આદેશ આપવામાં આવ્યા છે. આ આમલે કેતન ઈનામદાર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

આ પણ વાંચો Vadodara Crime : સરકારી જમીન પર વ્હાઇટ હાઉસ કૌભાંડનો મામલો, વડોદરા કોર્પોરેશનના 3 કર્મીઓની ધરપકડ

આખરે તપાસના આદેશ: બરોડા ડેરીમાં કથિત ભરતી કૌભાંડ મામલે આખરે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. આ મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કહ્યું હતું કે, નિષ્પક્ષ તપાસ થશે. તો આ મામલે સત્ય જરૂર બહાર આવશે. ડેરીના ડિરેક્ટરોએ તેમના સગાઓને નોકરી આપી છે. તે બધું જ બહાર આવશે. આ અંગે અરજદારે જી. બી. સોલંકીએ ભરતી કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે બરોડા ડેરી સાથે સંકળાયેલા પશુપાલકોને પણ યોગ્ય ન્યાય મળી રહે તેવા પ્રયાસો હું કરતો રહીશ.

મુખ્યપ્રધાનને પણ રજુઆતઃ આ ભરતી કૌભાંડ અંગે ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, મારા દસ દિવસના અલ્ટીમેટમને લઈને જિલ્લા રજિસ્ટ્રારને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મારા મુખ્યપ્રધાન અને સહકાર પ્રધાનને પણ રજૂઆત હતી. તેને લઇને પણ સંયુક્ત રજિસ્ટ્રારને પણ સરકારે તપાસ સોંપી છે. તપાસ પારદર્શક થશે તેનો મને વિશ્વાસ છે, પરંતુ જો કોઈ ચૂક થશે તો તેના પર મારી નજર રહેશે. આ વખતે બરોડા ડેરીના વહિવટને ખૂલ્લો પાડવા મારી આ ચળવળ છે. તેમાં મને 100 ટકા વિશ્વાસ છે કે, સત્યનો વિજય થશે. જે ખોટું કર્યું છું એ બહાર આવશે.

મુહિમ ચાલુ રહેશેઃ તેમણે ઉંમેર્યું હતું કે, બરોડા ડેરીમાં પોતાના સગા વહાલાઓને નોકરી આપવામાં આવી છે તે બહાર આવશે. તેમ જ કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. આગામી સમયમાં અન્ય મુદ્દાઓને લઈને પણ મારી મુહિમ ચાલુ રહેશે કોઈને પણ છોડવામાં નહીં આવે તેવું જણાવ્યું હતું.

અરજદારની હાઇકોર્ટમાં અપીલ: આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજદાર ડેસર તાલુકાના વિક્રમસિંહ છત્રસિંહ લકુમે જણાવ્યું હતું કે, બરોડા ડેરીના ઓડિટ રિપોર્ટના આધારે 19 મુદ્દે તપાસ થવી જોઇએ તેવી ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે તપાસનો આદેશ આપ્યો હતો, પરંતુ જિલ્લા રજિસ્ટ્રારે તપાસમાં કશું મળ્યું નથી તેમ કહી પોતાનો જવાબ ફાઈલ કરી દીધો હતો, જેથી હવે ફરીથી તપાસ કરવામાં આવશે. બરોડા ડેરીમાં ભરતી કૌભાંડમાં જી.બી. સોલંકીનો હાથ છે અને સગાઓને લાયકાત વિના પણ ભરતી કરી દેવાયા છે. તેવા આ અરજદાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે હોવી સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર પણ મેદાનમાં છે. ત્યારે હવે જોવુ રહ્યું કે, આ મામલે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.

આ પણ વાંચો MLA Ketan Inamdar : સાવલીના ધારાસભ્ય બરોડા ડેરીના પશુપાલકોના પ્રશ્નોને લઇ આકરે પાણીએ, ચીમકી આપી

પશુપાલકોના ન્યાય માટે લડતો રહીશ: બરોડા ડેરીમાં દૂધ ઉત્પાદકોને ઓછા ભાવ મળે છે. તેમ જ પશુંદાણની ગુણવત્તા કરતા વધુ કિંમત ચૂકવવી પડે છે. તેમ જ પશુ ડોક્ટરોની પણ ગામડાઓમાં અછત છે તેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા છે. આ મામલે સાવલીના ભાજપના ધારાસભ્ય આકરા વલણે જોવા મળી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં બરોડા ડેરી પર થનારી તપાસને લઈ રાજકારણમાં પણ ગરમાવો આવી શકે છે. તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. તો પશુપાલકોને ન્યાય મળી રહે તે માટે પણ હું સતત લડતો રહીશ અને બરોડા ડેરીનો હિસ્સો ક્યારે નહીં બનું માત્ર પશુપાલકોના ન્યાય માટે સતત લડતો રહીશ તેવું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.