વડોદરા : શહેરના ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં રામ નવમીના દિવસે નીકળેલી શોભાયાત્રામાં પથ્થર મારાનો બનાવ બનવા બન્યો હતો. જેમાં પોલીસ દ્વારા ગ્રહ વિભાગના આદેશ બાદ પોલીસ એક્શન મૂળમાં જોવા મળી હતી. આ પથ્થરબાજોને પકડી પાડવા માટે 1 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ કોમ્બિંગમાં જોડાયા હતા. સ્થિતિ કાબૂમાં લઇ હાલમાં 45 જેટલા શકમંદોની અટકાયત કરવામાં આવેલી છે. ગૃહ વિભાગ દ્વારા ત્રણ અનુભવી અધિકારીઓને કોમ્બિંગમાં મોકલવામાં આવ્યા હતા અને કોઈ પ્રકારે ગુનેગાર બચે નહીં તે માટે CCTV આધારે આખી રાત કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
કોમ્બિંગમાં કોણ કોણ જોડાયું : શહેરના ફતેપુરા વિસ્તારમાં કુંભારવાડામાં રામજીની શોભાયાત્રામાં થયેલા પથ્થરમારામાં વડોદરા શહેર જેસીપી મનોજ નિનામની આગેવાનીમાં અને ગૃહ વિભાગના 3 સિનિયર અધિકારીઓની આગેવાનીમાં 1 હજારથી વધુ પોલીસ કર્મીઓ કોમ્બિંગમાં જોડાયા હતા. શહેરના જે જે વિસ્તારમાં પથ્થરાની ઘટના બની તે વિસ્તારમાં હાલમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ફતેપુરા, યાકુતપુરા, હાથીખાના, પાંજરીગર મહોલ્લામાં પોલીસનું કોમ્બિંગ મોડી રાત્રે સુધી ચાલ્યું હતું. આ કામગીરીમાં શહેર પીસીબી, ડીસીપી, એસઆરપીની વિવિધ ટુકડીઓ જોડાઈ હતી. આ તમામ પથ્થરબાજોને 365 CCTV ફંગોળી તેના આધારે કંપનીની કામગીરી હાથ ધરી અને 45 લોકોની અટકાયત કરવામાં આવી છે.
પથ્થરમારા બાદ ગૃહ વિભાગ એક્શનમાં : શહેરમાં થયેલા પથ્થરમારાની ઘટનાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગાંધીનગર પોલીસ ભવન પહોંચ્યા હતા. પોલીસ અધિકારીઓ પોલીસ ભવન ત્રિનેત્ર ખાતે પહોંચી કોમ્બિંગની કામગીરીને લઈ CCTV કેમેરા ફૂટેજની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. DGP વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ મળી હતી. આ તોફાની તત્વોને ઝડપી પાડવા CCTV નેટવર્કના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિનેત્ર ખાતે બેઠક મળી હતી. સાથે શહેરમાં તણાવની સ્થિતિને જોતા વડોદરામાં વધારાની પોલીસ ફોર્સ મંગાવવામાં આવી હતી. શહેરમાં 3 SRPની ટુકડીઓ તાત્કાલિક મંગાવવામાં આવી હતી. સાથે તમામ ઘટના અંગે DG ઓફિસથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું હતું.
બેથી ત્રણ વાર પથ્થરમારો : આ પથ્થરમારાની ઘટના શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા પાંજરીગર મહોલ્લામાં સૌપ્રથમ બની હતી. ત્યારબાદ સાંજ કુંભારવાડા વિસ્તારમાંથી નીકળેલ રામજીની સવારીમાં એકાએક પથ્થરની વર્ષા થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં છથી સાત લોકોને એ ઈજાઓ પહોંચી છે. સાથે જ ફતેપુરા વિસ્તારમાં 15થી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ તોફાની તત્વો સામે લાઠીચાર્જ સાથે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો : Ramnavmi 2023 : વડોદરામાં રામનવીનો તહેવારમાં ધમાલ મામલે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન
દબાણ શાખાની ટીમ સપાટો બોલાવશે : શહેરમાં બનેલી પથ્થરમારાની ઘટનાને લઇ આખી રાત પોલીસની કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં સામેલ કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે તેવા પોલીસના દ્રઢ સંકલ્પ સાથે શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા તમામ મોહલ્લામાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે પથ્થરમારા સ્થળે પડેલા પથ્થરોને સાફ કરવા માટે પાલિકાની ટીમ પણ કામે લાગી હતી. ઉલ્લેખનીય છે કે, પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ગત મોડી રાત્રે જેસીબી મોટી સંખ્યામાં આ સ્થળે બોલાવવામાં આવ્યા છે. ત્યારે આજે આ વિસ્તારમાં દબાણો પર પાલિકાની દબાણ શાખાની ટીમ પણ સપાટો બોલાવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહે છે.
આ પણ વાંચો : Ramnavmi 2023: મર્યાદા પુરૂષોત્તમના પર્વ પર પથ્થરમારો, પોલીસ છાવણીમાં વડોદરા 14ની ધરપકડ
45 લોકોને રાઉન્અપ કર્યા છે : આ અંગે વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામાંએ જણાવ્યું હતું કે, હાલમાં કોમ્બિંગની કામગીરી ચાલુ છે. વડોદરા શહેરની જનતાને પણ ખબર પડવી જોઈએ લો એન્ડ ઓડરની પરિસ્થિતિ બિલકુલ હાલમાં કંટ્રોલમાં છે. હાલ સુધીમાં 45 લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને હજુ પણ કોમ્બિંગ ચાલુ છે. વડોદરા પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ રહી છે. અત્યાર સુધીમાં 45 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી. 500ના ટોળા સામે ફરિયાદ નોંધી છે. શહેર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ. હાલમાં શાંતિનો માહોલ છે પણ આજે શુક્રવારની નમાજ પૂર્વે પોલીસ અલર્ટ થઈ છે.