વડોદરા : રેલવે સ્ટેશનના પાછળનો ભાગ વર્ષો પહેલા જમીન માલિક પાસેથી સંપાદિત કરવામાં આવ્યો હતો. વિકાસના નામે આ ભાગ જમીન માલિક પાસેથી કબજે કરવામાં આવ્યો હતો. જમીન પર ડબલ રોડ બનાવવાની સાથે વિકાસ કરવાના નામે જમીન પર પાલિકા દ્વારા કબજો મેળવવામાં આવ્યો હતો, પરંતુ સમય મર્યાદા અંદર રોડનો વિકાસ ન થતા જમીન માલિક દ્વારા હાઈકોર્ટમાં પોતાની જમીન અરજી કરવામાં આવી હતી. જેમાં પાલિકાની પરાજય થતા કોર્ટના આદેશ અનુસાર પાલિકા દ્વારા આ જમીન તેના માલિકને પાછી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શું હતો સમગ્ર મામલો : વડોદરા રેલવે સ્ટેશન નજીક અલ્કાપુરી ગરનાળા પાસે પ્લેટફોર્મ નંબર 6 પર આવવાનો આખે આખો માર્ગ જમીન માલિકને સોંપવામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઈ વડોદરા પાલિકા અને દબાણ શાખાની ટીમ સ્થળ પર પહોંચીને કામગીરી કરી રહી છે. જેસીબીની મદદથી આખે આખો રોડ ખોદીને માલિકને જમીન સુપ્રત કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : Gujarat Government Big Decision : જમીન રી સર્વેમાં એજન્સીને 700 કરોડ ચૂકવ્યા બાદ હવે ફરીથી આ કારણોસર કરાશે રી સર્વે
જમીન માલિકે શું કહ્યું : જમીનના મૂળ માલિક નિકેતન કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે, કોર્ટમાં બે દાવા થયા હતા. એક દાવો નંબર દ્વારા કરવામાં આવ્યો હતો. આ મામલે કોર્ટે અમને કિંમત આપો અથવા જગ્યા આપો તેમ હુકમ કર્યો હતો. પૈસા ન હોવાથી કોર્પોરેશને જમીન આપવાનું નક્કી કર્યું છે. જે થયું તે ખોટું થયું હતું કોર્પોરેશને પણ માની લીધું છે. કોર્પોરેશને પણ નક્કી કર્યું છે કે, હવે તમામ કામગીરી કરીને જ જમીન લઈશું આ જમીન ત્રણ અલગ અલગ માલિકની છે. મારો આમા આખો બંગલો જતો હતો. અમને લાગ્યું કે આમાં રેલવેનો પણ ભાગ છે. પણ રેલવે વાળા ખોટા છે. તે જે પણ હોય અમને અમારી જગ્યા સુપ્રત આપવામાં આવી છે. એકંદરે ચાર વર્ષ આ લડત ચાલી છે મને કુલ 10 લાખ રૂપિયાનો ખર્ચો થયો જે મને આજદિન સુધી આપવામાં આવ્યો નથી.
આ પણ વાંચો : માણાવાવમાં જમીન પડાવી લેવાની ફરિયાદ, તોડફોડ અને ફાયરિંગની ઘટના
અધિકારીનું શું કહેવું : જમીન સંપાદન અધિકારી એ જણાવ્યું કે, આ જે રોડનો ભાગ હતો એક્સપાઇન્ડ કરેલો હતો. એ જગ્યાને સ્ટેન્ડિંગ એ ઠરાવ કરેલો હતો કે, જેમને પરત સોંપવાનો એટલે પરત સોંપવાના ભાગરૂપે કાર્યવાહી ચાલી રહી છે. એક્સપાઇન્ડ થયું હતું 2017 પછી અને એ જગ્યા કોર્ટમાં ગયા છે એટલે જગ્યા પરત કરવાની છે આ જગ્યા ખાનગી માલિકી છે એ જગ્યા અમે પરત કરી રહ્યા છે.