ETV Bharat / state

Vadodara News: વડોદરામાં રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા માટે પોલિસી 2023 સ્થાયી સમિતિમાં કરાઈ રજુ - control stray cattle in Standing Committee

વડોદરા શહેરમાં રખડતા ઢોરને કારણે અનેક નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે. આ સામે પાલિકા દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે. પરંતુ પશુધારકો એકના બે થવા તૈયાર નથી. આ સ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ નિવારવા માટે પોલિસી બનાવવા અને તેના અમલીકરણ માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે.

વડોદરામાં રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા માટે પોલિસી 2023 સ્થાયી સમિતિમાંથી રજુ કરાઈ: મંજૂરી બાદ સરકારમાં મોકલશે

author img

By

Published : Aug 10, 2023, 9:31 AM IST

વડોદરા: રખડતા ઢોરના ત્રાસના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. તંત્રના આંખ આડા કાન છે કે પછી પશુધારકો માનવા તૈયાર નથી તે કહેવું મુશ્કેલ છે. પરંતુ સત્ય એ છે, કે નિર્દોષ માનવના જીવ જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટનો નિર્દેશ અનુસાર સમગ્ર રાજ્યમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરોને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. જેને અનુલક્ષીને અધિક મુખ્ય સચિવ તરફથી સમગ્ર રાજ્યની તમામ મહાનગરપાલિકામાં હાલમાં ઉપલબ્ધ પ્રત્યેક ઢોરવાડાની ક્ષમતામાં વધારો કરવા અને નવીન ઢોરવાડાનું નિર્માણ કરવા, ઉપરાંત શહેરી વિસ્તારમાં પશુઓના ત્રાસ અટકાવવા અને તેના નિયંત્રણ માટે પોલિસી 2023 બનાવવા બાબતે સૂચિત કરવામાં આવ્યું છે.

ઢોરનો ત્રાસ અટકાવવા પગલા: અધિક મુખ્ય સચિવ તરફથી સમગ્ર રાજ્યની તમામ મનપા અને નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ અટકાવવા અને તેના પર નિયંત્રણ મૂકવા અંગેના કેસમાં હાઈકોર્ટે સૂચના અનુસાર માર્ગદર્શિકા બનાવવાની વિગતના અનુસંધાને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પોલીસી નક્કી કરાઈ છે. આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ અંગે યોગ્ય વિચારણા બાદ મંજૂરી મળશે અને ત્યાર બાદ પોલિસી 2023 બનશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ મામલે યોગ્ય દરખાસ્ત અને સૂચનો આધારિત સરકારમાં આ બાબત અંગે ચર્ચા વિચારણા બાદ અમલી બનાવવામાં આવશે જેથી કરી શહેરના નાગરિકો આ રખડતા ઢોરના ત્રાસ માંથી મુક્તિ મળી શકે છે.

સૈદ્ધાંતિક મંજૂરી મેળવવા કામગીરી: આ સંદર્ભે તારીખ 18 મી જુલાઈના રોજ કમિશનર મ્યુનિસિપાલીટી એડમિનિસ્ટ્રેશનની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા અમદાવાદ મનપા તરફથી રખડતા ઢોરોનો ત્રાસ નિયંત્રણ અંતર્ગત તૈયાર કરાયેલ પોલિસી અનુસાર તે મુજબની પોલિસી બનાવી સૈદ્ધાંતિક મંજૂરી મેળવી આ બાબતનું અમલીકરણ કરવું તે મુજબ નક્કી કરીને અભિપ્રાય મંગાવવા અંતર્ગત રાજ્ય સરકાર તરફથી તૈયાર કરાઈ છે.

મહત્વના સૂચનો: પશુઓને રખડતાં છોડાય તો દંડનીય કાર્યવાહી સાથે બિનજામીનપાત્ર ગુનો ગણવા, સાથે પશુના કારણે અકસ્માતમાં કોઈ ઈજાગ્રસ્ત થાય તો પશુ માલિકોના ઢોરવાડા ડ્રેનેજ-પાણી કનેકશન કાપવા, પશુ માલિક પાસે તમામ વળતરની જોગવાઈ કરવા તેમજ આવા અકસ્માતના કિસ્સામાં કોઈનું મોત થાય તો ઢોરવાડો કાયમી ધોરણે બંધ કરવાની સાથે કોર્પોરેશન અને પોલીસ વિભાગ કે રાજ્ય સરકાર દ્વારા મહત્તમ પાંચ લાખનું વળતર પશુ માલિક પાસે રિએમ્બર્સમેન્ટ કરવાની જોગવાઈ કરવા સૂચન કર્યું છે. ઉપરાંત ઢોરને લગાડેલ ટેગ તોડવા કે દૂર કરવાનો સરકારી પુરાવા નાશ કરવાનો ગુનો તેમજ સરકારી કામગીરીમાં અવરોધ ગણવા સહિત વિવિધ સૂચનો કર્યા છે.

  1. Ahmedabad News : અમદાવાદીઓને હવે રખડતા ઢોરમાંથી મળશે મુક્તિ, પશુપાલકો માટે પોલીસી ફરજિયાત
  2. Stray Cattle : રખડતા ઢોર મુદ્દે AMCની નવી પોલિસી કરાઇ મોકૂફ, જાણો કારણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.