ETV Bharat / state

વડોદરા પોલીસ હાઈડ્રોજન બલુનથી રાખશે હોટ-સ્પોટ લોકડાઉન વિસ્તાર પર બાજ નજર

ગુજરાતમાં પ્રથમવાર વડોદરા પોલીસે લોકડાઉન દરમિયાન હોટ-સ્પોટ તરીકે જાહેર કરેલા વિસ્તારો પર બાજ નજર રાખવા માટે હાઈડ્રોજન બલુનનો ઉપયોગ કર્યો છે. આ બલુનમાં બે નાઈટ વિઝન કેમેરા, લાઉડ સ્પીકર અને ફ્લેશ લાઈટ ફીટ કરવામાં આવી છે. આ હાઈડ્રોજન બલુન તાંદલજામાં ગોઠવવામાં આવ્યું છે.

Vadodara police will keep eyes on the hots pot lock down area by hydrogen balloon
વડોદરા પોલીસ હાઈડ્રોજન બલુનથી રાખશે હોટ સ્પોટ લોકડાઉન વિસ્તાર પર બાજ નજર
author img

By

Published : Apr 11, 2020, 2:54 PM IST

વડોદરા : શહેરના તાંદલજા વિસ્તારને હોટ-સ્પોટ તરીકે જાહેર કરાયું છે. જેથી વિસ્તારમાંથી થતી ગતીવિધિ પર 24 કલાક વોચ રાખી શકાય તે માટે રિમોટ સંચાલિત હાઈડ્રોજન બલુન આકાશમાં છોડવામાં આવ્યું છે. આ બલુનની હાઈટ લગભગ 8 ફૂટની છે. તેના પર લાઉડ સ્પીકર, બે કેમેરા અને પોલીસની ફ્લેશ લાઈટ લગાવવામાં આવી છે. હાલના ધોરણે માત્ર એક હાઈડ્રોજન બલુન તાંદલજા ખાતે છોડવામાં આવ્યું છે.

આગામી દિવસોમાં બલુનની સંખ્યા વધારાવામાં આવશે. આ અંગે ડીસીપી સંદિપ ચૌધરીએ જણાવ્યું હતું કે, હાઈડ્રોજન બલુનમાં બે હાઈ ડેફિનેશન નાઈટ વિઝિન કેમેરા છે. તેના પર ચાર કેમેરા પણ લાગી શકે છે, અમે ડ્રોનની મદદથી પણ વિસ્તાર પર નજર રાખી રહ્યાં છીએ, પરંતુ ડ્રોન 15થી 20 મિનિટ સુધી સતત ફ્લાઈ કરી શકે છે. ડ્રોન ઉડે ત્યારે લોકો સાઈડ પર જતાં રહે છે. જેના કારણે કેમેરામાં કેદ થતાં નથી. જ્યારે હાઈડ્રોજન બલુનની વિશેષતા એ છે કે, તેને એક વખત ચોક્કસ હાઈટ પર ફિક્સ કર્યા બાદ વારંવાર નીચે ઉતારવું પડતું નથી.

આ બલૂનમાં લગાડેલા કેમેરામાં એવી પણ સુવિધા છે કે, ચોક્કસ વિસ્તારમાં થતી ગતિવિધીને ઝૂમ કરીને જોઈ શકાય છે. તેમાં રિમોટ લોગ-ઈન વાળા કેમેરા હોવાથી 24 કલાક સર્વેલન્સ કરી શકાય છે. તેમજ લેપટોપ કે મોબાઈલ ફોનમાં એપ્લિકેશન ઈન્સ્ટોલ કરી ઘરે તેમજ ઓફિસમાં બેઠાબેઠા પણ વિસ્તારની ગતિવિધિ જોઈ શકાય છે.

હાલ પરિસ્થિતિને ધ્યાને લઈને પોલીસે તેને ટેક્નોલોજી સાથે જોડી લોકડાઉનમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. કોઈપણ સંજોગોમાં લોકડાઉનનો સખ્ત અમલ કરાવવા માટે વડોદરા શહેર પોલીસ તંત્ર કટિબદ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.