વડોદરા વડોદરા શહેર અને સમગ્ર રાજ્યભરમાં 31મી ડિસેમ્બરને લઈ વાહન ચેકિંગ સહિતની કામગીરી ( Police checking on 31 December in Vadodara )હાથ ધરવામાં આવી રહી છે. થર્ટી ફર્સ્ટને લઈ શહેરમાં સુલેહ શાંતિ જળવાઈ રહે જેની તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ રાખવા માટેની શહેર પોલીસ કમિશનર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. જેના ભાગ રૂપે આજે વહેલી સવારે ગોલ્ડન ચેકપોસ્ટ ખાતે હરણી પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકિંગમાં હાજર હતા. દરમિયાન બાતમીના આધારે એક ઈસમને ચાલતો આવતો જણાઇ પૂછપરછ કરતા આ ઈસમ પાસેથી બિનહિસાબી નાણું તથા સોનુંચાંદી મળી (Vadodara Police Seize Unaccounted money )આવતા હરણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો વડોદરામાં નાકાબંધી, બ્રેથ એનેલાઇઝર અને NDPS કિટથી ચેકિંગ, શા માટે તે જાણો
55 સ્થળોએ વાહન ચેકીંગ હાલમાં વડોદરા શહેરમાં 31મી ડિસેમ્બરને ધ્યાનમાં( Police checking on 31 December in Vadodara ) રાખી શહેરમાં મુખ્ય 55 સ્થળોએ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં બ્રેથ એનેલાઈઝર મશીન સહિત એનડીપીએસ કિટ સાથે ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે. આ કામગીરીમાં 6 ડીસીપી,15 એસીપી કક્ષાના અધિકારીઓ સાથે 32 પીઆઇ, 78 પીએસઆઇ અને 1472 કોન્સ્ટેબલનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કોઈ પણ અનૈતિક પ્રવૃત્તિ કરનાર ઈસમો સામે યોગ્ય પગલાં લઈ શકાય.
આ પણ વાંચો રૂરલ LCBએ વીરપુરમાં ટ્રકમાંથી દારૂ ઝડપ્યો, બે શખ્સની કરી ધરપકડ
રુપિયા અને સોનાચાંદી મળ્યાં હરણી પોલીસે ઝડપેલ ઈસમ હર્ષદકુમાર કાંતિલાલ પંચાલ (ઉંમર -વર્ષ 52, ધંધો સોનીકામ, રહે 68 નિશાળ ફળિયું રણજીતનગર, ધોધંબા,પંચમહાલ ) તેઓ પાસેથી મોબાઇલ તથા જુદા જુદા ચલણની દરની રૂપિયા 11,71,600 સહિત સોનુ કુલ વજન 119 ગ્રામ 600 મિલી જેની કિંમત રૂપિયા પાંચ લાખ 5,48,000 તથા ચાંદીના ત્રણ સળિયા કુલ વજન 1 કિલો 75 ગ્રામ જેની કિંમત 45,000 ગણી કુલ મુદ્દા માલ 17,74,600 સાથે (Vadodara Police Seize Unaccounted money ) પકડી હરણી પોલીસે કાર્યવાહી ( Police checking on 31 December in Vadodara )હાથ ધરી છે.