વડોદરા કહેવાય છે ને કે જેનું કોઇ ના હોય તેનું ભગવાન હોય છે. ત્યારે ભગવાન સ્વરૂપમાં વડોદરા પોલીસ જોવા મળી છે. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા અને અમેરિકન સિટિઝનશિપ ધરાવતા વૃદ્ઘ માનસિક અસ્વસ્થતાને (mentally unstable American Citizens) કારણે ભૂલા (Elderly mental disorders)પડી વારસિયા વિસ્તારમાં પહોંચી ગયા હતા. જેમને પોલીસે(Vadodara Police fatehganj) શોધી પરિવાર (American Citizens Aged) સાથે મેળાપ કરાવ્યો હતો.
વૃદ્ઘ મળી આવ્યા ગઈ કાલે મોડી સાંજે વારસિયા રોડની સોસાયટીમાં એક વૃદ્ઘ આંટા મારતા હતા. જે અંગેની જાણ થતાં વૃદ્ઘને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. જ્યાં તેમનું કાઉન્સેલિંગ કરી નામ પૂછતા જેઠાલાલ સોમાભાઇ ક્રિશ્ચિયન હોવાનું જણાવ્યું હતું. જો કે તેમને પોતાના ઘરનું સરનામું યાદ ન હતું. જેથી વૃદ્ઘ મળી આવ્યા અંગેની જાણ પોલીસના સોશિયલ મીડિયા ગ્રુપમાં કરવામાં આવી હતી.
જાણ કરવામાં આવી સોશિયલ મીડિયા ગ્રુપમાં મૂકતા તેના રિપ્લાયમાં ફતેગંજ પોલીસ સ્ટેશનના(Fateganj Police Station) પોલીસે જણાવ્યું કે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં એક વૃદ્ઘ ગુમ થયાની ફરિયાદ આવી છે. આ અંગે ફતેગંજ પોલીસ દ્વારા વૃદ્ઘના પુત્ર રાજેશને ફોન કરી જાણ કરવામાં આવી હતી. તેને વારસિયા પોલીસ સ્ટેશન આવી તેમના પિતાને લઇ જવા જણાવ્યું હતું. અને પરિવાર સાથે મેળાપ કરાવવામાં આવ્યો હતો.
અમેરિકાની સિટિઝનશિપ વૃદ્ઘ છેલ્લાં 20 વર્ષથી અમેરિકાની સિટિઝનશિપ ધરાવે છે અને ગઇકાલે જ વતનથી વડોદરા આવ્યા હતા. ત્યારે પોતાના ઘરેથી બહાર નીકળ્યા બાદ ચાલતાં ચાલતાં દૂર નીકળી ગયા હતા. તેમજ માનસિક અસ્વસ્થતાના કારણે ભૂલા પડી વારસિયા વિસ્તારમાં પહોંચી ગયા હતા. જેમને વારસિયા પોલીસે શોધી પરિવાર સાથે મેળાપ કરાવ્યો છે.