ETV Bharat / state

વડોદરામાં બે યુવાને સ્પોર્ટ્સ બાઈકની રેસ સાથે કર્યા સ્ટંટ, વીડિયો વાયરલ થતાં પોલીસે કરાવ્યું કાયદાનું ભાન - વડોદરાના સમાચાર

વડોદરા શહેરમાં સાયાજીગંજ પાસે આવેલ કમાટીબાગના મુખ્ય માર્ગ ઉપર બે યુવાનોનો સ્પોર્ટ્સ બાઈક પર સ્ટંટ કરતા હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. જેને લઈને સયાજીગંજ પોલીસે આ સ્ટંટબાજ યુવકોને ઝડપવાની કાર્યવાહી હાથ ઘરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે આ યુવકોને ઝડપી પાડવામાં હતા.

બં સ્ટંટબાજ ઝડપાયા
બં સ્ટંટબાજ ઝડપાયા
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2023, 6:18 PM IST

સ્પોર્ટ્સ બાઈક સાથે રેસ કરનારા બે સ્ટંટબાજ ઝડપાયા

વડોદરા: વડોદરા શહેરના કમાટીબાગ રોડ ઉપર ધૂમ સ્ટાઈલથી સ્પોર્ટ્સ બાઈક ચલાવતા બે સ્ટંટબાજોને સયાજીગંજ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને સયાજીગંજ પોલીસ મથકના પીઆઈ આર.જી. જાડેજાની સૂચનાના આધારે આ વિસ્તારમાં પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન કમાટી બાગ રોડ ઉપર બે સ્પોર્ટ્સ બાઈક ચાલકોએ જાહેર રસ્તા ઉપર પોતાની અને અન્ય વાહન ચાલકોની જિંદગી જોખમાય એ રીતે પૂરઝડપે બાઈકો ચલાવતા હતા. જેની જાણ થતાં જ આ બંને શખસને સયાજીગંજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી લીધા છે.

ઓળખ છુપાવવાનો પ્રયાસ: વડોદરા શહેરમાં સાયાજીગંજ કમાટીબાગ પાસે વાઇરલ વીડિયોમાં બે યુવકો ઓળખ ન થાય એ માટે સસલાના માસ્ક પહેરી રોડ ઉપર પૂરપાટ ઝડપે અને જોખમીરીતે સ્પોર્ટ્સ બાઈક ચલાવતા નજરે પડ્યાં હતાં. જાણે કે આ બંને યુવકોએ કોઈક રેસમાં ભાગ લીધો હોય તેવું જણાઈ આવતું હતું. પરંતુ જાહેર માર્ગ ઉપર અન્ય વ્યક્તિઓને નુકસાન પહોંચાડે અને લોકોના જીવના જોખમરૂપ બાઈક હંકારતા નજરે પડ્યાં હતાં. તાજેતરમાં જ પોલીસે જાહેરનામું પણ બહાર પાડ્યું છે કે, લોકોને અડચણરૂપ અને સ્ટંટ કરીને વાહનો ચલાવતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, છતાં પણ આજના યુવકો ઓવર કોન્ફિડન્સમાં આવીને આવા સ્ટંટ ઊભા કરતા હોય છે.

પોલીસે કરી કાર્યવાહી: વડોદરા શહેરમાં સાયાજીગંજ પોલીસે આ બે યુવકોની બાઈકના રજિસ્ટ્રેશન નંબરોના આધારે તેમના ઘરનું સરનામું મેળવી તપાસ કરતા બંને યુવકો ઝડપાઈ ગયાં હતા. આ બંને યુવકોને પોલીસ સ્ટેશન લાવી બંને સામે અલગ અલગ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાગૃત નાગરિકે ફરજ બજાવી: આ સ્ટંટ બાઈક ચાલકોને એક જાગૃત નાગરિકે જોઈ લેતા તેને વીડિયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાઇરલ કરતા જ સયાજીગંજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે રામબાબુ મુકેશભાઈ નાકિયા (19 વર્ષ) કિશોર રામકિશન સૈન(ઉ.વ.48) નામના બંને સ્ટંટબાજોને ઝડપી પાડવામા આવ્યાં હતાં. પોલીસે બંનેની સ્પોર્ટ્સ બાઈકને જપ્ત કરી કુલ રૂપિયા 2,76,000નો મુદ્દામાલ કબજે લઈ આગળની કડક કાર્યવાહી હાથ ધરી હતી.

  1. સયાજી હોસ્પિટલમાં બાળકીનું મોત, પરિવારે તબીબી બેદરકારીનો આક્ષેપ મચાવી તોડફોડ કરી
  2. વડોદરામાં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા 39 બાળકોને કરાયા રેસ્ક્યૂ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.