વડોદરા જિલ્લામાં હાઈવે પર યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. અહીં બાઈક પર આવેલા 2 તસ્કરો ચોરી કરવા આવ્યા હતા, પરંતુ રાત્રે વોકિંગ કરવા નીકળેલી યુવતીને જોઈ આરોપીઓએ ઈરાદો બદલી નાખ્યો (Vadodara Crime News) હતો. ત્યારબાદ આરોપીઓ ચાકુની અણીએ યુવતીને ધમકાવી ઝાડીમાં લઈ ગયા હતા ને ત્યાં યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું.
યુવતીએ બૂમાબૂમ કરતા આરોપીઓ ભાગી ગયા દુષ્કર્મ બાદ યુવતીએ બૂમાબૂમ કરતા આરોપીઓ ભાગી ગયા હતા. જોકે, ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે (Vadodara Police) જૂદી જૂદી ટીમ બનાવી દુષ્કર્મીઓને ઝડપી પાડ્યા હતા. એવી પણ ચર્ચા છે કે, આ ટોળકી ચોરી કરવા માટે સુરતથી વડોદરા આવી હતી. અત્યારે તો દુષ્કર્મ પીડિતા મહિલાના મેડિકલ ચેકઅપની (Vadodara Crime News) તજવીજ શરૂ કરવામાં આવી છે.
આરોપીઓની ધરપકડ તો પોલીસે દુષ્કર્મ કરનારા આરોપી સંજય ચુડાસમા, તેના સાગરીતો પ્રવીણ ઉર્ફે ચીકુ, વિઠ્ઠલ ભાણજી સોલંકી અને રાજેશ કાળે (જે તમામ સુરતના રહેવાસી છે)ની ધરપડક કરી હતી. આ ટોળકીએ વરનામા પોલીસ મથક (varnama police station) વિસ્તારમાંથી બાઈકની ઉઠાંતરી (Bike theft in Vadodara) કરી હતી, પોલીસે (Vadodara Police) ઝડપાયેલી ટોળકી એ અન્ય સ્થળો પર ચોરી કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલી છે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે
યુવતીએ મિત્રને કરી હતી જાણ આ અંગે વડોદરા જિલ્લાના DySP એસ. બી. કુમપાવતે જણાવ્યું હતું કે, દુષ્કર્મ પીડિતા દરરોજની જેમ રાત્રે હાઈવે પર વોકિંગ માટે ગયા હતા. તે દરમિયાન આરોપીઓએ તેમનો પીછો કર્યો હતો. ત્યારબાદ બંને આરોપીએ મહિલાને ધક્કો મારી પાડી દીધી હતી. ત્યારબાદ આરોપીઓ મહિલાને અવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું. પીડિત મહિલાએ પેટ્રોલ પમ્પ પર કામ કરતા તેના મિત્રને આ અંગે જાણ કરતા તે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. એટલે આરોપીઓ દિવાલ કૂદીને ભાગી ગયા હતા. જ્યારે 2 આરોપી સાથે ઝપાઝપી થઈ હતી. આ અંગે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.