ETV Bharat / state

ચૂંટણી પહેલા દારૂની રેલમછેલનો કારસો વડોદરા PCBએ બનાવ્યો નિષ્ફળ - vadodara liquor supply by bootlegger

કહેવા માટે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂડિયાઓ અને બુટલેગરોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. પોલીસ પણ મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડે છે. ખાસ કરીને ચૂંટણી નજીક આવવાના સમયે દારૂની રેલમછેલ થતી હોય છે, ત્યારે આવા સમયે વડોદરામાં દારૂના સપ્લાયનું નેટવર્ક (vadodara liquor supply by bootlegger ) ઝડપી પાડવામાં શહેર પીસીબીને મોટી સફળતા મળી છે.

vadodara liquor supply by bootlegger
vadodara liquor supply by bootlegger
author img

By

Published : Oct 30, 2022, 8:04 PM IST

Updated : Oct 30, 2022, 10:32 PM IST

વડોદરા: પોલીસને બાતમી મળી હતી કે, વડોદરામાં નાગરવાડા ખોડીયાર માતાના ખાંચામાં રહેતો કીરણ શ્યામલાલ કહાર ઇંગ્લીશ દારૂનો ધંધો (vadodara liquor supply by bootlegger ) કરે છે. તેણે ભાયલી વિસ્તારમાં કોઇક જગ્યાએ ગોડાઉન ભાડે રાખેલ છે, ત્યાંથી તેના માણસો ફોર વ્હીલ વાહનોમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી તેમજ મોટર સાયકલ ઉપર ફોર વ્હીલ વાહનનુ પાઇલોટીંગ (liquor supply in tempo and motorcycle) કરી ભાયલી તરફથી પંચમુખી હનુમાન મંદીર વાળા રોડ થઇ વડોદરા શહેરમાં તેના ગ્રાહકો સુધી દારૂનો જથ્થો સપ્લાય કરે છે. તેના માણસો એક છોટા હાથી ટેમ્પોમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને નીકળવાના છે.

મોટર સાયકલ દ્વારા પાયલોટીંગ: આ છોટા હાથી ટેમ્પોની આગળ એક સ્પલેન્ડર મોટર સાયકલના ચાલક પાયલોટીંગ કરી દારૂનો જથ્થો સપ્લાય કરવાના છે. જે આધારે ભાયલીથી આવતા રોડ ઉપર વિહાન ચોકડીથી પંચમુખી હનુમાનજી મંદીર વચ્ચેના રોડ ઉપર વળાંક પાસે પોલીસે વોચ રાખી હતી. દારૂ ભરેલ ટેમ્પો તથા મોટરસાયકલ સહિત ચાર ઈસમોને ઝડપી પાડી (vadodara pcb seized liquor ) તેઓની વધુ તપાસ કરી હતી. જેમાં ભાયલીથી ઇંગ્લિશ દારૂ ભરેલ ગોડાઉન/દુકાન મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ માટે જે.પી. રોડ પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવ્યા છે. ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો 750 તથા 180 મીલીની બોટલો નંગ 1913 કુલ કીંમત રૂપિયા 3.67 લાખ અંગઝડતીના રૂપિયા 13,880, મોબાઇલ ફોન નંગ – 05 કીમત રૂપિયા 12,000 સહિત કુલ રૂપિયા 5.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીઓ: (1) ગૌરાંગ ઉર્ફે ભયલુ જગદીશભાઇ પટેલ રહે. ( રાવપુરા ટાવર પાછળ રામજી મંદીરની ચાલી વડોદરા), (2) કરણ રાજુભાઇ ચૌધરી રહે (હુજરાત ટેકરા બાવચાવાડ મહાકાળી મંદીર પાસે વડોદરા), (3) લાલાભાઇ ઉર્ફે સંજુ વસંતભાઇ નાગર રહે ( ઘી કાંટા રોડ વડ ફળીયા રાવપુરા વડોદરા ), (4) મુકેશભાઇ ગણપતભાઇ પટેલ રહે ( હુજરાત પાગા સરકારી અનાજના ગોડાઉનના ઝાપા પાસે વડોદરા )

વોન્ટેડ : (5) કીરણ શ્યામલાલ કહાર રહે. (ખોડીયાર માતાનો ખાંચો નાગરવાડા વડોદરા)
(6) પાદરા વાળો ઇસમ (7) શેઠ (8) ભૈયો (9) જીગો (10) વાડી (11) રાકા (12) પહેલવાન (13) ક્રીષ્ના (14) દીપસીંગ (15) કમલેશ (16) ચંદુ (17) ધમો (18) નિક્કી (19) રાહુલ વાડી (20) શૈલો

Last Updated : Oct 30, 2022, 10:32 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.