વડોદરા: જિલ્લામાં શ્રાવણિયો જુગાર ઝડપાવાના કિસ્સાઓ રોજેરોજ નોંધાતા જાય છે. શહેરના અજબડી મીલ પાસે ખુલ્લા કમ્પાઉન્ડમાં ચંદનવાડી ઝુપડપટ્ટી પાસે PCB પોલીસે દરોડો પાડીને 18 જુગારીયાઓને ઝડપી પાડયા હતા.
આમ તો શ્રાવણ માસ કે, શ્રીકૃષ્ણ જન્મોત્સવની પત્તાપાનાના જુગાર સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ શ્રાવણમાં જન્માષ્ટમીની આસપાસ જુગારના શોખીનોની ચોપાટ મંડાઇ હોઈ છે. શ્રાવણ માસમાં જુગારના કેસોમાં વધારો નોંધાાયો છે.
શહેરના અજબડી મીલ પાસે ખુલ્લા કમ્પાઉન્ડમાં જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળતા PCB વિભાગે દરોડો પાડયો હતો.
આ દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂપિયા 1,13,100 અને 6 મોબાઈલ ફોન મળીને કુલ 1,34,100 રૂપિયાના મુદ્દામાલ સાથે 18 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડયા હતા.