વડોદરા: ભારત વિશ્વભરના એવા દેશો પૈકી એક દેશ છે કે જેણે પોતાના બંધારણ સહિત કાયદાકીય વ્યવસ્થામાં ઇતિહાસની સૌથી લાંબી સફ્ળતાને હાંસલ કરી છે. આ અસાધારણ લોકશાહી વારસાની સાથે પારુલ યુનિવર્સિટીની કાનૂની સંસ્થાએ IIMUના સભ્યોગથી પોતાના વિદ્યાર્થીઓને કાયદાકીય એસોસિએશન, જાહેર વહીવટ તેમજ રાજકીય બાબતીની વાસ્તવિક ગતિશિલતાથી પરિચિત કરાવવા માટે બે દિવસના કાનૂની મહોત્સવ "સંવિધાન પે ચર્ચા'નું આયોજન કર્યું હતું. જેમાં વરિષ્ટ નેતા ડો. સુબ્રમણ્યમ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.
મહારાષ્ટ્ર પર નિવેદન: મહારાષ્ટ્રમાં હાલ રાજકારણ ગરમાયેલું છે. અજિત પવારે શરદ પવાર સામે બળવો કરીને શિવસેના સાથે જોડાયા છે. ત્યારે આ મામલે નિવેદન પર આપતાં તેમણે જણાવ્યું હતું કે મોદી કોઈ ને વધારે દિવસ જોડે રાખતા નથી એ યાદ રાખવું જોઈએ. રાહુલ ગાંધી અંગે તેમણે જણાવ્યુ હતું કે હું એ નથી કહી શકતો કે, તેમને સુપ્રીમમાંથી શું નિર્ણય મળશે. પરંતુ તેઓ બાલિશ વાત કરી રહ્યા છે. ઘણા મુદ્દા છે જે ઉઠાવવા જોઈએ પણ તે બાલિશ વાતોમાં જ રહે છે.
ફરી વડાપ્રધાન ન બનાવવા જોઈએ: ભાજપ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું કે આપણી નબળી અર્થવ્યવ્થા માટે મોદી જવાબદાર છે. કોરોનામાં દેશની GDP 16 ટકા ઘટી ગઈ હતી અને હજી સુધી કોઈ સુધારો આવ્યો નથી. માટે તેમણે વડાપ્રધાન ન બનવુું જોઈએ. તમામ બાબતોમાં મોદી ઝીરો છે.
મણિપુર હિંસા મામલે શું કહ્યું: મોદી ખૂબ મનમાની કરી રહ્યા છે. દેશના અર્થતંત્ર તેમજ ચાઇનાને ભગાવવા પ્રયાસ કરવા જોઈએ. મણિપુર હિંસા મામલે વડાપ્રધાન કઈ બોલવા તૈયાર નથી. મણિપુરએ ચાઇનાનું મોટું ષડયંત્ર છે. PM મોદી અમેરિકા ગયા તો ચાઇના વિરુદ્ધ એક શબ્દ બોલ્યા નથી. તેમણે વિદેશની યાત્રાઓ કરવાની જગ્યાએ મઁણિપુરની મુલાકાત લેવી જોઈએ.