વડોદરાઃ જિલ્લાના પાદરાના રણું મહુવડ રોડ પર બે આઇસર ટ્રક વચ્ચે મોડી સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 12 લોકોના ઘટના સ્થળે જ મોત થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યારે અન્ય 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં ઘાયલ લોકોને પાદરા સરકારી દવાખાનામાં તેમજ અન્ય ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને વડોદરા ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે.
વડોદરા નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 12 લોકોના ઘટનાસ્થળે મોત - 12 લોકોના મોત
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણું પાસે બે આઇસર ટ્રક વચ્ચે અકસ્માત ગમખ્વાર અકસ્માતમાં 12 લોકોના નિપજ્યા હતા. એકસાથે 12 લોકોના મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. મળતી માહિતી મુજબ લગ્ન પ્રસંગથી પરત ફરતા સમયે અકસ્માત સર્જાયો હોવાનું હાલ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થવા પામી હતી.
વડોદરા નજીક ટ્રક અને આઈશર વચ્ચે ગોઝારો અકસ્માત, 12 લોકોના કમકમાટી ભર્યા મોત