વડોદરા : વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી વારંવાર વિવાદોમાં આવી રહી છે. યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ કોમર્સમાં પ્રવેશ પ્રક્રિયાની બેઠક વ્યવસ્થાને લઈ સતત વિવાદ વકરી રહ્યો છે. કહી શકાય કે અગાઉ પણ વિવિધ વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આજે ફરી એકવાર એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા ગધેડાને બોલાવી વિરોધ કરાયો તો બીજી તરફ એજીએસયુ વિદ્યાર્થી સંઘઠન દ્વાર કોમર્સ ફેકલ્ટી ખાતે સત્તાધીશોનું બેસણું યોજી વિરોધ દર્શાવ્યો હતો.
બેઠક વધારવાની માંગ : કેટલાય સમયથી એમ એસ યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયામાં બેઠક વધારવાની માંગ સાથે સતત આંદોલનો કરવામાં આવી રહ્યા છે. 5300 બેઠકનો સામે વધુ વિદ્યાર્થીઓ હોવાથી અન્ય 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહેતા આખરે સ્થાનિક વિધાર્થીઓને જ એડમિશન ન મળતા મામલો ઉગ્ર બન્યો છે. આજે યુનિવર્સિટીની હેડ ઓફીસ ખાતે NSUI અને AGSU વિદ્યાર્થી સંગઠન દ્વારા અનોખી રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
ગધેડો લાવી વિરોધ : શહેરમાં વરસી રહેલા વરસાદ વચ્ચે પણ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે NSUI દ્વાર ગધેદાને બોલાવી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ગધેડાના મોઢા પર વીસી અને ડીનનો ફોટો ચોટાડી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો ઘટાડાના મુદ્દે આંદોલન આંદોલન કર્યું હતું. હેડ ઓફિસ ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને સત્વરે બેઠકો નહીં વધે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.
બેસણું યોજી વિરોધ દર્શાવ્યો : તો બીજી તરફ વિદ્યાર્થી સંગઠન એજીએસયુદ્વારા યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટી ખાતે બેઠકને લઈ વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થી સંઘઠન દ્વારા કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોને મૃત જાહેર કરી વિદ્યાર્થીઓએ ડ્રેનેજમાં અસ્થિ વિસર્જન કરી સત્તાધીશોની વિચારસરણીને બદલવા વિરોધ કર્યો હતો. બાદમાં વિદ્યાર્થીઓએ સત્તાધીશોનું ફેકલ્ટી પરિસરમાં સત્તાધીશોનું બેસણું યોજી વિરોધ દર્શાવ્યો હતો.
ઉગ્ર આંદોલનની ચીમકી : ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ AGSU વિધાર્થી સંગઠન દ્વારા વીસી અને ફેકલ્ટી ડિનના પૂતળાના દહનને લઈ સયાજીગંજ પોલોસ દોડી આવી હતી. આ મામલે પોલીસે 10 જેટલા વિદ્યાર્થી ઓની અટકાયત પણ કરી હતી. કોનર્સ ફેકલ્ટીની 7 હજાર જગ્યાઓ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આખરે માંગ ન સંતોષ આજે અનોખો વિરોધ કરી સત્તાધીશોને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. યોગ્ય પરિણામ નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવાની ચીમકી વિદ્યાર્થી સંઘઠન દ્વારા આપવામા આવી છે.