વડોદરા : ડભોઇ તાલુકાના તેનતળાવ ગામેથી પસાર થતી વણીયાદ માઇનોર કેનાલની અંદર એક 22 વર્ષીય વિદ્યાર્થી સૌરભ સુરેશભાઈ પ્રજાપતિ ગરકાવ થઇ ગયો હતો. આ વિદ્યાર્થી આજરોજ પોતાની કોલેજની પરીક્ષા અર્થે સાઘલી કોલેજ જઈ રહ્યો હતો. તે સમય દરમિયાન અચાનક વિદ્યાર્થી સૌરભ સુરેશભાઈ પ્રજાપતિએ પોતાના વાહનના સ્ટેયરીંગ ઉપરનો કાબુ કંઈક કારણોસર ગુમાવી દીધો હતો અને તે વણીયાદ માઇનોર કેનાલમાં પડી જતાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સ્થાનિક રહીશો દ્વારા જાણવા મળી હતી.
સાઘલી કોલેજમાં પરીક્ષા આપવા જતો વિદ્યાર્થી થયો કોઈક કારણોસર ગુમ : ડભોઇ તાલુકાના વડજ ગામે રહેતા સૌરભ પ્રજાપતિ જે સાધલી કોલેજમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીની આર્થિક પરિસ્થિતિ સાધારણ હોવાને પગલે પાર્ટ ટાઇમ કોલેજ કરી પોતાનો વિદ્યા અભ્યાસ મેળવી રહ્યો હતો. પરંતુ આજરોજ કોલેજમાં પરીક્ષા હોવાથી તેઓ પોતાની બાઈક લઇ પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળ્યો હતો. પરંતુ અચાનક આ વિદ્યાર્થીને કોઇ કારણોસર તેને પોતાની બાઇકના સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો અને તે આ માઇનોર કેનાલમાં કયા કારણોસર ગરકાવ ગરકાવ થઈ ગયો હતો એ રહસ્ય અકબંધ જ રહ્યું છે.
આ પણ વાંચો મુંબઈથી રજા માણવા આવેલા બે યુવાનો અંબિકા નદીમાં ન્હાવા પડતા પાણીમાં ગરકાવ
સ્થાનિકો દ્વારા વિદ્યાર્થી યુવાનની શોધખોળ શરૂ કરી : આ વિદ્યાર્થી ગુમ થયાની જાણ સ્થાનિક રહીશોએ પ્રથમ આ વિદ્યાર્થીની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ વિદ્યાર્થી સૌરભ સુરેશભાઈ પ્રજાપતિનો પતો લાગ્યો ન હતો. ઘટનાને પગલે કેનાલ પાસે સ્થાનિક રહીશો એકત્ર થઈ ગયાં હતાં. ચાણોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક તરવૈયાઓનો સહારો લઈને વિદ્યાર્થી સૌરભ સુરેશભાઈ પ્રજાપતિની લાશને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
ઘટના વિશે સ્થાનિકે આપી માહિતી : સ્થાનિક રહીશ જીતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે વડજ ગામનો સૌરભ સુરેશભાઈ પ્રજાપતિ નામનો યુવક પોતે અભ્યાસ કરતા હતાં. જેપરીક્ષા આપવા માટે સાધલી જવા માટે નીકળ્યો હતો અને તે પાર્ટ ટાઈમ જોબ પણ કરતો હતો. તે સમય દરમિયાન આ કેનાલ પાસેથી પસાર થતાં ગાડી સ્લીપ ખાઈ ગઈ કે અજાણી વ્યક્તિએ ટક્કર મારી હોય જેનાથી તે કેનાલમાં ગરકાવ થઇ ગયો છે. પરંતુ સાચી હકીકત હજી સુધી જાણવા મળી નથી અને તેમની બોડી કેનાલમાં પડી ગઈ છે. વિદ્યાર્થીની બોડીની શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચો ભાજપ નેતાની ગાડી પાણીમાં થઇ ગરકાવ
ચાંદોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી : તેનતળાવથી વણીયાદ માઈનોર કેનાલ તરફ જવાના માર્ગ ઉપર એક વિદ્યાર્થી કેનાલમાં ગરકાવ થઈ ગયો હોવાના સમાચાર બાબતે સ્થાનિક રહીશોએ ચાણોદ પોલીસને જાણ કરી હતી. ચાણોદ પોલીસને જાણ થતાની સાથે જ ચાંદોદ પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ આ વિદ્યાર્થી સૌરભ સુરેશભાઈ પ્રજાપતિની લાશને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા હતાં અને ઘટનાના વિવિધ પાસાંઓ અંગે પણ તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.