વડોદરા : નારેશ્વરના નાથ રંગ અવધૂત મહારાજની 125માં જન્મજયંતી નિમિત્તે નારેશ્વર ખાતે વહેલી સવારથી ભક્તજનો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે પાદુકાપૂજન, શોભાયાત્રા અને અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગ અવધૂત મહારાજની 125મા જન્મજયંતી વર્ષ 21 નવેમ્બરના રોજ પુરું થઈને 126મું વર્ષ શરૂ થયું હતું.
નારેશ્વર ખાતે ઉજવણી : નારેશ્વરના નાથ શ્રી રંગ અવધૂત મહારાજની 125મી જન્મજ્યંતિ, જેને શ્રી રંગ જયંતિ તરીકે ઉજવવામાં આવૅ છે. શ્રી રંગ જયંતિ નિમિતે વડોદરા શહેર સહિત નારેશ્વર ધામમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.શ્રી રંગ અવધૂત મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભક્તોની ભીડ જોવા મળી હતી. મંદિરોમા આરતી, કિર્તન પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા 2 હજાર ઉપરાંત ભક્તો ઉમટી પડ્યાં હતાં.
શ્રી રંગ અવધૂત મહારાજની 125મી જન્મ જયંતી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. 125મી જન્મજયંતી વર્ષની ઉજવણીની પૂર્ણાહુતિના ભાગરૂપે નારેશ્વર મંદિરથી સાંજે 4 કલાકે શ્રી રંગ અવધૂત મહારાજની પાદુકાને પાલખીમાં બિરાજમાન કરીને નારેશ્વર ચોકડી તેમજ નર્મદા નદીના કાંઠે ભવ્ય શોભા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં બેન્ડવાજા તેમજ આદિવાસી નૃત્ય સાથે 2 હજાર ઉપરાંત ભક્તો જોડાયા હતાં...યોગેશભાઈ વ્યાસ (ટ્રસ્ટી, નારેશ્વર મંદિર યાત્રાધામ )
નિત્ય કાર્યક્રમ : રંગ અવધૂત મહારાજની 125 મી જન્મ જયંતી નિમિત્તે નારેશ્વર દેવ સ્થાન ટ્રસ્ટના દ્વારા તેમજ શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા ગુજરાતભરમાં આખ વર્ષ દરમિયાન ગુરુલામૃત શ્રી રંગ લીલામૃત તેમજ દતબાવનીના 125 પાઠ વિવિધ મંડળો દ્વારા કરવામાં આવ્યા હતા. જ્યારે 21 નવેમ્બરના રોજ રંગજયં નિમિત્તે નારેશ્વર યાત્રાધામમાં સવારે 9 થી 12 વાગ્ય સુધીમાં પાદુકા પૂજન તેમજ રાતે 8 થી 10 વાગ્યા દરમિયાન ભજન કિર્તનનું આયોજન કરવામાં આવ્યું છે.