ETV Bharat / state

Vadodara News : સાવલી એપીએમસીમાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો, ક્લિન સ્વિપ કરી - સાવલી એપીએમસી

વડોદરા જિલ્લાની સાવલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં તમામ 16 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજયી બન્યાં હતાં. જેને પગલે ક્લીન સ્વીપ કરી સાવલી એપીએમસીમાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે.

Vadodara News : સાવલી એપીએમસીમાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો, ક્લીન સ્વીપ કરી

author img

By

Published : May 3, 2023, 5:31 PM IST

ભાજપનો ભગવો

વડોદરા : વડોદરા જિલ્લાની સાવલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં 16 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અગાઉ 6 બેઠકો બિનહરીફ થઈ હતી. જ્યારે બાકીની 10 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને તે માટે મતદાન યોજાયું હતું.

ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતદાન યોજાયું : તારીખ પહેલી મેના રોજ ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતદાન હાથ ધરાયું હતું. જેમાં ભાજપના 10 ઉમેદવારો મેદાનમાં હતાં. જ્યારે કોંગ્રેસ તરફે માત્ર બે જ ઉમેદવાર મેદાનમાં હતા. કોંગ્રેસ તરફથી ડો. પ્યારે સાહેબ રાઠોડ અને મહેશભાઈ પટેલ એમ બે જ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. આજરોજ આ 10 બેઠકો માટે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો ઉપર ભાજપ તરફી પ્રગતિ પેનલના 10 ઉમેદવારો બહુમતીથી વિજય બન્યા હતા.

આ પણ વાંચો Vadodara news: સાવલી ભાજપના નેતાના ઘરમાં ચોરી, લાઇસાન્સ વાળી રિવોલ્વર તથા ઓસ્ટ્રેલીયાથી આવેલા પુત્રનો પાસપોર્ટ ચોરાયો

કુલ 482 મતદારો પૈકી 452 ઉતદારોએ મતદાન કર્યું : તારીખ પહેલી મેના રોજ સાવલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કેમ્પસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 10 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર પ્રક્રિયા સંપન્ન થઈ હતી. કુલ 482 મતદારો પૈકી 452 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. આમ, આ ચૂંટણીમાં 93 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. સમગ્ર ચૂંટણીમાં બેલેટ પેપરના ઉપયોગો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જે બેલેટની મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી. ભાજપ તરફી પ્રગતિ પેનલના તમામ 10 ઉમેદવારો વિજય બન્યા હતા અને કોંગ્રેસના બે ઉમેદવારોનો પરાજય થવા પામ્યો હતો.

આ પણ વાંચો વડોદરા સાવલીની એપીએમસીમાં કૃષિમેળો યોજાયો

અગાઉ 6 બેઠકો બિનહરીફ થઈ હતી : સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન વેપારી વિભાગની 4 બેઠકો માટે અને સહકારી મંડળીઓના વિભાગની 2 બેઠકો માટે ભાજપ તરફી પ્રગતિ પેનલના 6 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતા. આમ ચૂંટણીમાં મતદાન અગાઉ જ ભાજપે છ બેઠકો ઉપર કબજો મેળવી લીધો હતો. આજે યોજાયેલ મત ગણતરીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટેના ભાજપના ઉમેદવારો વિજયી નિવડ્યા હતા.

ક્લીન સ્વીપ કરી : ખેડૂત વિભાગની 10 બેઠકો માટેના ભાજપના ઉમેદવારો વિજયી નીવડતાં તમામ 16 બેઠકો ઉપર ભાજપનો ઉમેદવારોએ વિજય હસલ કર્યો છે. આમ ફરી એકવાર ભાજપે સાવલી બજાર સમિતિના બોર્ડ ઓફ ડિરેક્ટરની યોજાયેલ આ ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરી હતી અને ભાજપનો ભગવો લહેરાવ્યો હતો.

શાંતિપૂર્ણ માહોલમાં પ્રક્રિયા : ચૂંટણી અધિકારી નીલમ ચાવડાએ આ અંગે જણાવ્યું હતું કે, સાવલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની બોર્ડ ઓફ ડિરેક્ટરની યોજાયેલ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. અગાઉ છ ઉમેદવારો બિનહરીફ થયા હતા. જ્યારે ખેડૂત વિભાગના 10 ઉમેદવારો માટે મતદાન યોજાયું હતું અને આજરોજ આ બેઠકો માટેની મતગણતરી યોજાઈ હતી. જે પણ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.