ETV Bharat / state

Vadodara News : કચરામાં કેરી ફેંકતાં પહેલાં કરી લો વિચાર, વડોદરામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં

author img

By

Published : May 23, 2023, 4:31 PM IST

રાસ્તે કા માલ સસ્તે મેં સ્લોગન સાંભળવામાં આવ્યું હશે તે વડોદરામાં નજરે જોવા મળ્યું હતું. લોકો દ્વારા કચરામાં ફેંકી દેવાયેલી કેરીઓ ઉપાડીને પથારાવાળા તે કેરીઓ વેચી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વિડીયો ફરતો થયાં બાદ વડોદરા કોર્પોરેશન જાગ્યું છે.

Vadodara News : કચરામાં કેરી ફેંકતાં પહેલાં કરી લો વિચાર, વડોદરામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં
Vadodara News : કચરામાં કેરી ફેંકતાં પહેલાં કરી લો વિચાર, વડોદરામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં

વડોદરા : વડોદરા મહાનગર સેવા સદનની મુખ્ય કચેરીની પાછળ ખંડેરાવ માર્કેટમાં વિસ્તારના બજારમાં હોલસેલ વેપારીઓ દ્વારા કેટલીક બગડી ગયેલી કેરીઓ ફેંકી દેવામાં આવે છે. જેમાંથી પથારાવાળા કેરીઓ ભેગી કરીને સસ્તા ભાવે તેનો વેપાર કરી રહ્યા છે. કચરાના ઢગલામાંથી કેરીઓના ટોપલા ભરી રહેલી કટેલીક મહિલાઓનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

સેવા સદનની પાછળ જ વેપલો : વડોદરા મહાનગર સેવા સદનની વડી કચેરી પાછળ સૌથી મોટા શાકભાજી અને ફળોનું માર્કેટ આવેલું છે. જેમાં માર્કેટના હોલસેલ વેપારીઓ સારી કેરીઓ તારવીને અલગ મૂકે છે. અને ખરાબ, સળેલી કેરીઓ કચરામાં ફેંકી દેતા હોય છે. આ ફેંકી દેવાયેલી કેરીઓમાંથી માર્કેટ બહાર રોડ ઉપર પથારા નાંખીને બેસતા કેટલાક વેપારીઓ કેરીઓ લાવી સસ્તામાં વેચાણ કરતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. જેને લઈને કોર્પોરેશનના અધિકારીઓએ તાત્કાલિક સ્થળ વિઝીટ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો છે.

ખંડેરાવ માર્કેટમાં કચરામાંથી કેરી ઉપાડીને વેપાર

સોશિયલ મીડિયામાં આવ્યો વિડીયો : વડોદરા કોર્પોરેશન ઓફિસના પાછળના ભાગમાં જ મોટી માત્રામાં શાકભાજી અને ફળોનો કચરો ઠાલવવામાં આવે છે. જે કચરામાં પ્રથમ દ્રષ્ટિએ દેખીએ તો પશુ પણ ન ખાય તેવા કચરાના ઢગલામાંથી કેરીઓ વીણી તેનો વેપાર કોર્પોરેશનની પાછળ થાય છે તેની જાણ તંત્રને ન હતી. પથારાવાળાની ગોલમાલનો વિડીયો સામે આવતા વેપારી આલમ સહિત કોર્પોરેશનમાં ચકચાર મચી ગઇ છે. વાઇરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કચરાપેટીમાં નાખી દેવામાં આવેલી કેરીઓ વીણીને તેને વેચવામાં આવી રહી છે. આ કેરીઓ પથારાવાળા વીણી ટોપલા ભરીને એકત્ર કરી રહ્યા છે અને થોડાક સમય બાદ આ જ કેરીઓને પથારાવાળાઓ સસ્તામાં વેચતા જોવા મળી રહ્યા છે.

ખંડેરાવ માર્કેટના પાછળના ભાગમાં શાક માર્કેટ અને ફળ માર્કેટ ભરાય છે. જેમાં આજરોજ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં એક મહિલા કચરામાંથી કેરી ભરતીમાં નજરે પડે છે. આ ઘટનામાં જે બન્યું છે તે ખોટું છે. પરંતુ તેની પાછળ બીજા અન્ય લોકો પણ જવાબદાર હોઈ શકે છે. માટે અમે ત્યાં સ્થળ વિઝિટ કરી લોકલ ઓફિસરને આ અંગે કડકાઈથી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પરંતુ કોર્પોરેશનની ઓફિસ પાસે જે કચરો ભેગો થાય છે તે આસપાસના વેપારીઓ દ્વારા કરવામાં આવતો હોય છે. જેથી આ કચરો પણ સાફ કરવા માટે પણ જણાવ્યું છે...ડૉ. હિતેન્દ્ર પટેલ (ચેરમેન, વીએમએસએસ)

સ્વાસ્થ્ય સાથે ચેડાં : આ રીતે નિર્દોષ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરાતાં હોવાની હકીકત ઉજાગર થતાં પાલિકાની આરોગ્ય શાખાની નાક નીચે જ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોવાનું સામે આવ્યું છે. પથારાવાળાઓ સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે સવાલે ભારે જોર પકડ્યું છે. ભારતની અંદર ખૂણે ખૂણે પથારા સિસ્ટમ ચાલી રહી છે. જેમાં લોકોને માનસિકતા એવી હોય છે કે, દુકાનમાં વેચાતાં માલ કરતા પથારો કરી વેપાર કરતાં વેપારીઓનો ભાવ ઓછો હોય છે. પરંતુ તેની પાછળની ગોબાચારીની નિર્દોષ નાગરિકોને ખબર હોતી નથી. કેરી ગરીબથી લઇને તમામ વર્ગના લોકો ખાતા હોય છે. મધ્યમવર્ગ અને ગરીબ સસ્તામાં કેરીનો સ્વાદ મળે તે માટે પ્રયાસો કરતા હોય છે.

ધારાસભ્ય યોગેશ પટેલે કટાક્ષ કર્યો હતો : તાજેતરમાં વડોદરામાં ધારાસભ્યો અને પાલિકા તંત્ર વચ્ચે મળેલી સંકલનની બેઠકમાં ધારાસભ્ય યોગેશ પટેલે કટાક્ષ કરતા કહ્યું હતું કે, શહેરમાં ઝેર પણ નકલી મળે છે. ત્યાર બાદ પાલિકાની ટીમો દ્વારા બનાવટી પનીર અને વનસ્પતિ ઘીનો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું વેચાણ કરનારાઓમાં ધાક પેંસવી જોઇતી હતી પરંતુ તેવું થયું નથી, આ વાતની પ્રતીતિ કરાવે તેવો કિસ્સો સામે આવ્યો છે.

આરોગ્ય તંત્રની નક્કર કાર્યવાહીની રાહ : હાલમાં વડોદરા આરોગ્ય વિભાગ અને ડ્રગ્સ વિભાગ દ્વારા પનીર અને કપાસીયા તેલનો જથ્થાનું ચેકિંગ સઘન બનાવી કામગીરી આરંભી હતી. પરંતુ ચાલતી ચર્ચાઓ મુજબ આ વહીવટી તંત્ર દ્વારા અગાઉથી ચેકિંગની સૂચનાઓ આપી દેવામાં આવતી હોય છે. જેથી વેપારીઓ દ્વારા બિનઆરોગ્યપ્રદ ચીજ વસ્તુઓ સગેવગે કરી દેવામાં આવતી હોય છે. માત્ર અધિકારીઓ ચોપડે કામગીરી બતાવી જતાં રહેતાં હોય છે. જો વહીવટી તંત્ર આવી ભેળસેળ કરતા વેપારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે તો વેપારીઓ ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જાળવી રાખે અને મોટો રોગચાળો ફેલાતો અટકી જાય. ત્યારે વહીવટી તંત્ર દ્વારા પોતાની કામગીરીની નિષ્ફળતા આજના આ વિડીયો દ્વારા જોવા મળી છે.

  1. Vadodara News : વડોદરા મનપાની મોટી કાર્યવાહી, ભેળસેળવાળા વનસ્પતિ ઘીનો મોટો જથ્થો જપ્ત કર્યો
  2. Vadodara News : વડોદરામાં નવનિર્મિત થઇ ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી, મોટામાં મોટી પ્રયોગશાળાનો દરજ્જો
  3. Vadodara News : વડોદરા સ્માર્ટ સિટી અંતર્ગત અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન યોજનાનું કામ શરુ, ઝોનદીઠ ફાળવણી અને તકેદારીની વાત જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.