ETV Bharat / state

Vadodara News : 9 કરોડથી વધુ ખર્ચે અપાયેલા એમઆરઆઈ મશીનનું એસએસજી હોસ્પિટલમાં સીએમ દ્વારા લોકાર્પણ થશે - એમઆરઆઈ મશીન

વડોદરાની સયાજી હોસ્પિટલમાં અદ્યતન એમઆરઆઈ મશીનની સુવિધાનો પ્રારંભ આવતીકાલે થવા જઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 9.37 કરોડના ખર્ચે અપાયેલ MRI મશીનને આવતીકાલે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ લોકાર્પિત કરશે. મુખ્યપ્રધાનના આગમનને લઈ પોલીસનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.

Vadodara News : 9 કરોડથી વધુ ખર્ચે અપાયેલા એમઆરઆઈ મશીનનું એસએસજી હોસ્પિટલમાં સીએમ દ્વારા લોકાર્પણ થશે

author img

By

Published : Jun 28, 2023, 6:53 PM IST

વડોદરા : મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં દૂર દૂરથી અને અન્ય રાજ્યમાંથી લોકો સારવાર માટે આવત હોય છે. આ હોસ્પિટલમાં આવનાર લોકો સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારના હોય છે જેથી તેઓ વધુ ખર્ચ કરી શકતા નથી. આ હોસ્પિટલમાં એમઆરઆઈ મશીનની સુવિધા ન હોવાથી દર્દીઓને બહાર એમઆરઆઈ કરાવવું પડતું હતું જે ખૂબ ખર્ચાળ હતું. આ સુવિધાના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવવાના હોઈ તે પહેલાં સુરક્ષા બંદોબસ્તને લઈ પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા સુવિધા : હવે શહેરની સયાજી હોસ્પિટલમાં એમઆરઆઈની સુવિધા શરૂ થવા જઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 9.37 કરોડના ખર્ચે MRI મશીન આપવામાં આવ્યું છે. આ મશીન દ્વારા અકસ્માત અથવા અન્ય રોગમાંએમઆરઆઈની જરૂર વાળા દર્દીઓને બહાર કરતા ખૂબ જ નહિવત દરે રિપોર્ટ કાઢી આપવામાં આવશે. આ સુવિધા વધુ એક મોટી સારવાર આ હોસ્પિટલમાં મળી રહેશે.

સામાન્ય રીતે રાહત દરના ટેસ્ટમાં પણ એમઆરઆઈનો ટેસ્ટ રૂપિયા 5000થી લઇને 25,000 સુધીનો થતો હોય છે. ત્યારે સયાજી હોસ્પિટલમાં માત્ર 2000 રૂપિયામાં આ સેવા પૂરી પાડવામાં આવનાર છે. રોજ 15 જેટલા દર્દીઓને એમઆરઆઈ માટે બહાર જવું પડતું હોય છે, જે સુવિધા હવે સયાજી હોસ્પિટલમાં મળી રહેશે. ડોક્ટર ચેતન મહેતા(સયાજી હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ)

મુખ્યપ્રધાનના આગમનને લઈ પોલીસનું રિહર્સલ : આ સુવિધા અદ્યતન મશીનમાં માથાથી લઈ પગના અંગૂઠા સુધીનું એમઆરઆઈ થઈ શકશે. આવતી કાલે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ મશીનનું લોકાર્પણ સયાજી હોસ્પિટલ ખાતે કરવામાં આવનાર છે. આ લોકાર્પણ પૂર્વે સયાજી હોસ્પિટલમાં જિલ્લા કલેકટર દ્વારા હોસ્પિટલના રેડિયોલોજી વિભાગની મુલાકાત લઇ સમગ્ર વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી. સાથે રાજ્યના મુખ્યપ્રધાનના આગમન પૂર્વે પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.

ખૂબ ખર્ચાળ ટેસ્ટ હવે નહિવત રકમમાં : સયાજી હોસ્પિટલમાં ઉભી કરવામાં આવેલ સેવામાં માત્ર 2 હજાર રૂપિયામાં એમઆરઆઈ ટેસ્ટ કરી આપવામાં આવશે. આ સુવિધા બહાર લેવા જઈએ તો 5 હજારથી લઈ 25000 સુધીનો ખર્ચ થતો હોય છે. રોજના 15થી વધુ દર્દીઓ બહાર જતા હોય છે તેઓને હવે સયાજી હોસ્પિટલમાં જ સુવિધા મળશે. આ સાથે બીપીએલ કાર્ડધારકોને મફતમાં સુવિધા ઉપલબ્ધ થશે જે આવનાર સમયમાં દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

  1. જામનગરની જી.જી.હોસ્પિટલ તંત્ર ઊંઘતું, 21 દિવસથી MRI મશીન બંધ, કોંગ્રેસનો વિરોધ
  2. જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે 18 કરોડના ખર્ચે નવું MRI મશીન ખરીદવાની પ્રક્રિયા શરૂ
  3. Vadodara News : એસએસજી હોસ્પિટલમાં વિશ્રામ સદનની સુવિધા શરુ, દર્દીઓના સ્વજનો માટે રાહતની વાત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.