ETV Bharat / state

Vadodara News : જૂનમાં લેવાયાં હતાં પનીરના નમૂના, હવે ફેઇલ જાહેર થયાં, પ્રજા આરોગી ગઇ એનું શું? - વડોદરા કોર્પોરેશન આરોગ્ય વિભાગ

વડોદરા કોર્પોરેશન આરોગ્ય વિભાગ ટીમ દ્વારા જૂનમાં પનીરનો અખાદ્ય જથ્થો ડપ્ત કરવામાં આવ્યો હતો. આ નમૂનાઓના રિપોર્ટ હવે બે મહિના બાદ જાહેર થયો હતો. જેમાં 19 નમૂના ફેઇલ ગયાં છે. સવાલ એ છે કે એ પનીર જેઓ આરોગી ગયાં એનું શું?

Vadodara News : જૂનમાં લેવાયાં"તાં પનીરના નમૂના, હવે ફેઇલ જાહેર થયાં, પ્રજા આરોગી ગઇ એનું શું?

author img

By

Published : Aug 8, 2023, 5:21 PM IST

વડોદરા : અવારનવાર આરોગ્ય વિભાગની ખોરાક શાખા દ્વારા શહેરમાં વેપાર થતો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવતો હોય છે. ત્યારે શહેરમાં મોટી સંખ્યામાં પનીરનો અખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ફરી એકવાર શહેરમાં બુમિયા મિલ્ક સપ્લાયર સહિત 19 વેપારી પનીર સહિતના નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે.

અહીંના નમૂના ફેઇલ
અહીંના નમૂના ફેઇલ

બે મહિના બાદ પરિણામનો શો અર્થ : પનીરનો અખાદ્ય જથ્થો પકડાયો તેના નમૂના જૂનમાં લેવાયેલા હતા અને તેનો રિપોર્ટ છેક 2 મહિને આવતા અગાઉ વપરાયેલ કોઈ પણ જથ્થો લોકો આરોગી ગયા અને 2 મહિના બાદ પરિણામ આવતા લોકોના આરોગ્ય સાથે ચેડાં થયા છે. આટલી આધુનિક સમયમાં પણ બે બે મહિને પરિણામ આવે ત્યારે ચોક્કસ તંત્ર સામે અનેક સવાલો ઉભા થાય છે.

19 નમૂના ફેલ આવ્યા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગત જુન માસમાં લેવામાં આવેલા પનીર સહિતના ખાદ્યપ્રદાર્થોના નમૂનાઓના રિપોર્ટ બે મહિના પછી હવે આવ્યા છે. જેમાં 19 નમૂનાઓ નાપાસે જાહેર થયા છે. આ તમામ 19 નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે અને વેપારીઓ સામે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ નમૂના ફેલ પછી કાર્યવાહી તો ચોક્કસથી થશે પરંતુ અગાઉ પ્રજાએ આરોગેલા ખોરાકનું શું?

જૂનમાં શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા : વડોદરા મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફિસરોએ વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 મુજબ જૂન માસ દરમિયાન ખાદ્ય પદાર્થોનાં શંકાસ્પદ નમૂનાઓ લીધા હતા. જે નમૂનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આપવામાં આવ્યા હતા. પબ્લિક હેલ્થ લેબોરેટરીનાં પૃથ્થક૨ણ રિપોર્ટ આધારે લેવામાં આવેલા શંકાસ્પદ નમૂનાઓમાંથી 19 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. આ નાપાસ જાહેર થયેલ નમૂનાઓને લઇને ફુડ બિઝનેસ ઓપરેટરો સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

1 મહિનામાં 19 નમૂના ફેઇલ : વડોદરા શહેરમાં અગાઉ પર પનીરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તે વખતે પણ પનીરના નમૂનાઓ નાપાસ થયા હતા. ત્યારે હવે પનીરની ગુણવત્તાને લઇને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ અંગે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિક આરોગ્ય અમલદાર ફો.મુકેશ વૈધે જણાવ્યું હતું કે, આ નમૂના મે અને જૂન માસમાં લેવામાં આવ્યા હતા. આ નમૂનામાંથી 19 નમૂના ફેઇલ આવ્યા છે. આ નમૂનાનું કોર્પોરેશનની ફતેગંજ લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે અને માત્ર 14 દિવસમાં પરિણામ આવે છે.

  1. રાજકોટમાં ફૂડ શાખાએ 12 વેપારીઓને 4.50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
  2. શ્રાવણ માસ શરૂ થતાં જ આરોગ્ય વિભાગનું મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ
  3. Surat News : સુરતમાં પનીર બનાવવા માટે એનિમલ ઓઇલ સહિત અન્ય ઓઇલ વાપર્યું, 240 કિલો ભેળસેળયુક્ત પનીરનો નાશ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.