વડોદરા: જનની ની જોડ સખી નહી જડે રે લોલ પરંતુ આ કહેવત માત્ર કહેવત રહી ગઇ છે. આજની માતાઓએ કળયુગમાં પ્રવેશ કરી લીધો છે. જેના કારણએ આ કહેવત હવે ખોટી સાબીત થઇ રહી છે. રાજયમાં સતત નવજાત શિશુ મળવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ફરી વાર વડોદરાની સયાજી હોસ્પિટલ પરિસરમાંથી મૃત નવજાત શિશુ મળી આવવાની ઘટના સામે આવી છે. રાવપુરા પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ઊંડાણ ભરી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસીને હકીકત સુધી પહોંચવા માટેના પગલાં લીધા છે. આ ઘટના સામે આવતા હોસ્પિટલની સિક્યુરિટી સિસ્ટમ સામે મોટા અને ગંભીર કહી શકાય એવા પ્રશ્નો ઊભા થાય છે.આ બાળકને અહીંયા કોઈ મૂકી ગયું કે અન્ય પશુએ શિકાર કરીને છોડી દીધું એ પ્રશ્ન તપાસને વધારે વેગ આપનારો છે. જ્યારે આ બાળક અહીંયા સુધી પહોંચ્યું ત્યારે હોસ્પિટલ સિક્યુરિટી શું કરતી હતી એ પ્રશ્ન સિસ્ટમ સામે મોટા સવાલ કરે છે.
આ પણ વાંચો Vadodara Crime News ઇનામી આરોપી અનિલ ઉર્ફે એન્થોની ઝડપાયો, સાથે મળ્યાં ઘાતક હથિયારો
તપાસનો ધમધમાટ શરૂ: મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં દિવસ ભર શહેર સહિત રાજ્ય ભરમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે. આ હોસ્પિટલમાં દર્દીઓની મોટી સંખ્યામાં હાજરી જોવા મળે છે. આજે હોસ્પિટલ પરિસરમાં માનવતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હોસ્પિટલના ઓપીડી 16 પાસેથી એક મૃત નવજાત બાળક લાવારીસ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને લઇ હાલમાં રાવપુરા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
ટીમ ગોધરા રવાના: રાવપુરા પોલીસ મથકના પી આઈ આર બી ચૌહાણ એસેસજી હોસ્પિટલમાં ઓપીડી 16 પાસેથી મળેલ નવજાત બાળક કોણ મૂકી ગયું છે. ક્યાંથી આવ્યું છે તે અંગે એસેસજી હોસ્પિટલના સીસીટીવી આધારે તપાસ ચાલુ છે. નવજાત બાળકની નીચે પ્લાસ્ટિકની જે બેગ મળી આવી છે. તે ગોધરા જનરલ હોસ્પિટલનું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. એક ટીમ ગોધરા રવાના કરવામાં આવી છે. કોઈ ઇનજરી કોઈ કૂતરાએ કે અન્ય પધુએ નુકસાન પોહચાડ્યું નથી. હાલમાં વધુ તપાસ ચાલુ છે તેવું જણાવ્યું હતું.
આ પણ વાંચો Vadodara News : નર્મદા નદીની કેનાલમાંથી એક જ પરિવારની બે દીકરીઓના મળ્યા મૃતદેહ
સીસીટીવી આધારે તપાસ ચાલુ: હાલમાં હહોસ્પિટલમાં આવેલ ઓપીડી 16 પાસેથી મળેલ નવજાત બાળકનો મૃતદેહને લઈ એમએલઓ દ્વારા રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટના અંગે રાવપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃત નવજાત બાળકનો મૃતદેહને કબજે લઈ હાલમાં આસપાસના સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. શું હોસ્પિટલ પરિસરમાં કોઈ આ બાળકને મૂકી ગયું છે કે પછી અન્ય જગ્યાએથી કોઈ પશુ દ્વારા આ બાળકને હોસ્પિટલ પરિસરમાં ખેંચીને લાવવામાં આવ્યું છે ? શું હોસ્પિટલમાં સિક્યુરિટીના જવાનો શુ કરતા હતા તે પણ સૌથી મોટો સવાલ છે? સમગ્ર ઘટના અંગે હાલમાં તપાસ ચાલી રહી છે. આ ઘટના અંગે RMO હેલૈયા એ જણાવ્યું હતું કે હાલમાં આ નવજાત બાળકની જે કઈ પ્રક્રિયા કરવાની હોય છે તે હાલમાં થઈ રહી છે. આ બાળક કોનું છે ક્યાંથી આવ્યું છે અને તે અંગે હાલમાં વધુ તપાસ ચાલુ છે. આ બાળક અંગે તપાસ બાદ જ વધુ વિગતો પ્રકાશમાં આવશે તેવું જણાવ્યું હતું.