ETV Bharat / state

Vadodara News: બાબુજી ઝરા ધીરે ચલો...ડામર રોડમાં પગરખા ચોંટી જશે - હાથીખાના મેઇનરોડથી કુંભારવાડાનો રોડનો ડામર

વડોદરા સ્માર્ટ સીટીના સ્માર્ટ સિટીના શાસકોની કામગીરીની પોલ ખુલી પડી ગઈ છે. ફતેપુરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા તૈયાર કરવામાં આવેલા રોડ પર ડામર પીગળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Vadodara News : સ્માર્ટ સીટીના સ્માર્ટ રસ્તાનો ડામર પીગળ્યો, લોકોના જૂતા ચોટી જાય છે રોડ પર

author img

By

Published : Mar 11, 2023, 1:35 PM IST

સ્માર્ટ સીટીનો સ્માર્ટ રસ્તો: શા માટે અહીં લોકો જૂતા રોડ પર મુકવા મજબુર બન્યા છે

વડોદરા : વડોદરા શહેર સ્માર્ટ સીટી તરીકે નામના ધરાવે છે, ત્યારે સ્માર્ટ સિટીના શાસકો પણ સ્માર્ટ હોય છે. ઉનાળાની ગરમીની શરૂઆત થતા જ ભ્રષ્ટ અને નિમ્ન ગુણવત્તા દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પોલ ખુલી પડી ગઈ છે. વાત છે શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા હાથીખાના મેઇનરોડથી કુંભારવાડા નાકા સુધીના ડામરના રોડની કે જે જ્યાં 15 દિવસ પહેલા તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા રોડ પર ડામર પીગળતા વાહનચાલકો, રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના જૂતા પણ ડામર સાથે જકડાઈ જતા લોકો ત્યાં જ મૂકીને રવાના થાય છે. છતાં સ્થાનિક તંત્ર બેધ્યાન રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હાથીખાના મેઇનરોડથી કુંભારવાડાનો રોડ
હાથીખાના મેઇનરોડથી કુંભારવાડાનો રોડ

જૂતા રોડ પર મુકવા લોકો મજબૂર : શહેરના હાથીખાના મેઇનરોડથી કુંભારવાડા નાકા સુધી વડોદરા મહાનગરપાલિકા દ્વારા દસ દિવસ અગાઉ રોડની કામગીરી હાથ ધરી હતી. આ વિસ્તારમાં ડામરનો રોડ બનાવી વિકાસ તો કરવામાં આવ્યો છે. પણ તે માત્ર 15 દિવસમાં જ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરે કરેલી કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ઉનાળાની શરૂઆત થઈ છે, ત્યારે બપોરનો સમય થતા જ આ રોડ પર ડામર પોગાડવા લાગે છે. જેના કારણે રાહદારીઓ, વાહનચાલકો સહિત અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના જૂતા રોડ પર જ ચોંટી જાય છે અને તેવી મુશ્કેલી પડે છે. તો બીજી તરફ કેટલાક લોકો જૂતા ત્યાં જ મૂકી ચાલ્યા જાય છે.

લોકોને ભારે હાલાકીનો સામનો
લોકોને ભારે હાલાકીનો સામનો

આ પણ વાંચો : સવા બસો કરોડનો બ્રિજ બનાવીને નીચે થીગડા મારી દીધા

જલ્દી નિરાકરણ આવે : આ પ્રકારની સ્થિતિ હોવા છતાં સ્થાનિક કાઉન્સિલરો કે પાલિકા તંત્ર અહીં બેધ્યાન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે સ્થાનિકોએ પાલિકાની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. સ્થાનિક લોકો આ પ્રકારે થઈ રહેલી કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ બાબતને લઈ જલ્દી નિરાકરણ આવે તેવું નાગરિકો ઈચ્છી રહ્યા છે.

આ પણ વાંચો : National Highway 27: તૂટેલા પુલ-ખરાબ રસ્તા તાત્કાલિક રીપેર કરવા માગ

સ્થાનિકો શું કહી રહ્યા છે : સ્થાનિકોએ જણાવ્યું હતું કે, હાથીખાના ફતેપુરા વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી આ પરિસ્થિતિ છે. આ કામગીરી 15 દિવસ અગાઉ કરવામાં આવી છે તેવું નાગરિકો કહી રહ્યા છે. ડામરમાં ચપ્પલ ચોંટી જવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. અન્ય એક નાગરિકે કહ્યું કે, કુંભરવાડ ફતેપુરા આ વિસ્તારમાં રોડ પર ડામર નાખ્યા બાદ પીગળી રહ્યો છે. આ વિકાસ કહેવાય આ બાબતે સત્વરે યોગ્ય કામગીરી થાય તેવી અમારી માંગ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.