વડોદરા: મૂળ ડભોઈના ભાલચંદ્ર કંસારા છેલ્લા ઘણા વર્ષોથી ડભોઈમાં રહે છે. તેઓ પોતાની દીકરીને મળવા માટે વડોદરાથી કેનેડા જવા રવાના થયા હતા. પણ ફ્લાઈટમાં હતા એ સમયે અચાનક હાર્ટ અટેક આવતા ઢળી પડ્યા હતા. જેના કારણે જર્મની એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિગ કરાવવામાં આવ્યું હતું. ઇતિહાદ એર લાઇનનું વિમાન તાત્કાલિક ધોરણે ગ્રાઉન્ડેડ કરાયું હતું.
મૃત્યું નીપજ્યુંઃ ઇમરજન્સી લેન્ડિંગ જર્મની મેડિકલ યુનિટને યુદ્ધના ધોરણે જાણ કરવામાં આવી હતી. એર લાઇન્સના સ્ટાફને જણાવતા ઇતિહાદ એર લાઇનનું ઇમરજન્સી લેન્ડિંગ જર્મનીમાં કરવામાં આવ્યું હતું. જર્મનીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું મોત થયું હતું. હોસ્પિટલ દ્વારા 38 લાખનું બિલ ચૂકવ્યા બાદ જ મૃતદેહ આપવાનું જણાવતાં સાથે રહેલા પત્ની રક્ષાબેનની હાલત કફોડી બની છે. આ ત્રણ દિવસ સુધી મૃતદેહની સોંપણી કરવામાં નહિ આવતા ભારે હૈયે પત્ની એકલા ડભોઇ આવવા રવાના થયા છે.
મદદ માટે દોડ્યાઃ સમગ્ર ઘટના અંગે મીડિયા સમક્ષ જમાઈએ વિગતો આપીબનાવ અંગે મૃતકના જમાઈ રમાકાંતભાઈ કંસારા જે ડભોઇમાં રહે છે. તેઓએ જણાવ્યું છે કે, ગત 6 તારીખે સવારે ડભોઇમાં વાસણોની દુકાન ધરાવતા ભાલચંદ્ર ભાઈ કંસારા અમદાવાદથી કેનેડા જવા ઇતીહાદ એરલાઇન દ્વારા પત્ની રક્ષાબેન સાથે રવાના થયા હતા. એમની યાત્રા વાયા અબુધાબી થઈ ટોરોન્ટો સુધીની હતી.
અબુધાબથી કેનેડાઃ માર્ગમાં અબુધાબીથી પ્લેન બદલી ટોરોન્ટો જવા નીકળ્યા હતા. અચાનક ઢળી પડતાં ક્રુ મેમ્બર દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળતા જર્મની સરકારની પરવાનગી લઈ પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ ફ્રેન્કફર્ટ ખાતે કરવામાં આવ્યું હતું. યુદ્ધના ધોરણે મેડિકલ એપ્રુવલની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી. મૃતકના જમાઈ રમાકાંત ભાઈએ સમગ્ર હકીકત અંગે સ્પષ્ટતા કરી હતી.
"પપ્પાને પ્લેનમાં એટેક આવ્યા બાદ જર્મનીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરી માતા સાથે ઉતારી દેવાયા હતા. જેની જાણકારી કેનેડામાં રહેતી બીજીને કરતા તેઓએ બીએપીએસ સંસ્થાનો સંપર્ક કરતા તાત્કાલિક બે સભ્યો પહોંચ્યા હતા. એકલી પડેલી મમ્મીને સાથ આપ્યો હતો. પપ્પાનું મોત થયા બાદ પણ સભ્યોએ મદદ કરી હતી. ફ્રીમાં સારવાર બાદ રૂપિયાની માંગણી હોસ્પિટલે કરી હોવાથી હાલત કફોડી બની છે. જર્મન સરકારને પણ રજૂઆત કરી હતી. પણ ત્યાંથી ઓથોરિટીનું વલણ અક્કડ જોવા મળ્યું છે."-- રમાકાંતભાઈ(મૃતકના જમાઈ)
ખાનગી હોસ્પિટલમાં સારવારઃ એરલાઇન્સના વહીવટી તંત્રએ દર્દીના સાથે તેમના ધર્મ પત્નીને ફાઇનાન્સિયલ બાબતે પૂછ્યા વગર જ ત્યાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી દીધા હતા. મહત્વની વાત એ છે કે, ખાનગી હોસ્પિટલ ના કર્મચારીઓ જો આ રીતે અચાનક મોટું બીલ આપી દેતા જ પરિવારના સભ્યો ઉપર આભ તૂટી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. હોસ્પિટલના સ્ટાફનું આ વલણ માનવતા નેવે મૂકી દીધી એવું સાબિત થઈ પડે છે.
આ પણ વાંચોઃ
મોટું બિલ આપ્યુંઃ એર લાઇન દ્વારા ફ્રીમાં સારવાર છે એમ પહેલા જણાવી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યા હતા. જ્યાં પત્ની રક્ષાબેને એમની દેખરેખ રાખતી હતી. પરંતુ બે દિવસ બાદ એમનું સારવાર દરમ્યાન મોત થયું હતું. સાથે રહેલા રક્ષાબેનને સ્થાનિક બિએપીએસ સંસ્થાના સભ્યોનો સહારો મળ્યો હતો. પરંતુ હોસ્પિટલે 38 લાખનુ બિલ ચૂકવો તો જ મૃતદેહ આપવાની વાત કરતાં પત્ની રક્ષાબેન ભાંગી પડ્યા હતા. પોતાની વાત આગળ વધારતા રમાકાંતભાઈએ સ્પષ્ટતા કરી હતી.
આ સમગ્ર ટ્રીટમેન્ટ દરમિયાન ખાનગી હૉસ્પિટલમાં સારવાર ખચૅ રૂપિયા 38 લાખ ઉપરાંત ખર્ચવા છતાં જીવ ન બચાવી શકાયો. જર્મનીથી મૃતકના પાર્થિવ દેહને ડભોઇ લાવવા પરિવારજનો એમ્બેસીના સંપર્કમાં રહયાં. પરંતુ ભાષાને કારણે મોટી તકલીફ ઉભી થઇ હતી. કેનેડા રહેતી પુત્રીને મળવા પત્ની સાથે જઇ રહેલા ડભોઈના 75 વર્ષીય ભાલચંદ્ર કંસારાને પ્લેનમાં આવ્યો હદય રોગનો હુમલો આવતા દોડધામ થઈ હતી. ભાલચંદ્ર કંસારા પોતાનાં ધર્મપત્ની સાથે કેનેડા ખાતે રહેતી પોતાની દીકરીને મળવા માટે વિમાન માર્ગે જઈ રહયાં હતાં. એ સમયે આ ઘટના બની હતી.
તંત્ર સાથે રકઝકઃ ફ્રી સારવારનું કહી છૂટી ગયેલા એર લાઇન સત્તાવાળાનો સંપર્ક કરતા એમણે હાથ અધ્ધર કરી દીધા હતા. હોસ્પિટલ સત્તાવાળા માનવા તૈયાર નહીં હોવાથી મૃતદેહને જર્મનીના ફ્રેન્કફર્ટની ખાનગી હોસ્પિટલમાં રેહવા દઈ પત્ની રક્ષાબેન એકલા ભારત પરત ફરવા માટે નીકળી ગયા હતા. તે મુસાફરી દરમ્યાન ભાલચંદ્ર કંસારાને અચાનક હાર રોગનો હુમલો થયો આવ્યો હતો. આ દરમ્યાન એતિહાદ એરલાઇન્સે તેઓને જર્મનીમાં ઉતારી દીધા. વૃદ્ધ ધર્મપત્નીને જર્મન ભાષા ન આવડતી હોવાથી તેઓ ત્યાં હકીકત સમજાવી ન શક્યા.