રાજય સરકારે એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે અંદાજે રૂપિયા 40 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. આ ગ્રાન્ટમાંથી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે વિદેશથી આવતા વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ માટે નવી હોસ્ટેલ બનાવાશે.
વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીમાં દર વર્ષે બહારથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેને જોતા આ નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને એમ.એસ.યુનિવર્સિટીમાં નવા બિલ્ડિંગના બાંધકામથી વિદ્યાર્થીઓ માટે માળખાકીય સુવિધામાં વધારો થશે.