વડોદરા: વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં મેયર કેયુર રોકડીયા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ અને હવે વડોદરામાં પણ રાજમાર્ગો પર ઇલેટ્રીનિક બસો દોડાવવામાં આવશે. આ માટે વડોદરા કોર્પોરેશન દ્વારા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની CESL કંપની સાથે કોન્ટ્રાક્ટ પણ કરી લેવામાં આવ્યો છે. જેમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની CESL કંપનીને રજીસ્ટ્રેશન પેટે કંપનીને 10 લાખ એડવાન્સમાં ચૂકવવામાં આવ્યા છે. છ મહિનાથી લઈ દોઢ વર્ષમાં નાગરિકોને એસી અને નોન એસી 200 ઇલેક્ટ્રીક બસોની સુવિધા મળશે.
આ પણ વાંચો Republic Day : બોટાદમાં હવે ઘરઆંગણે મળશે મેડિકલ શિક્ષણ, CMએ 5 કરોડ રૂપિયા આપવા કરી જાહેરાત
4 ડેપો અને 8 ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે: કોર્પોરેશનની સામાન્ય સભામાં મેયર કેયુર રોકડીયા જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં 200 ઇલેક્ટ્રીક બસ દોડાવવામાં આવશે. ઇલેક્ટ્રીક બસ માટે 60 કરોડ રૂપિયાના ખર્ચે શહેરમાં 4 ડેપો અને 8 ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા બસ ભાડાનુ કલેક્શન કરશે. તેમજ બસ સેવા પાછળ ગવર્મેન્ટ ઓફ ગુજરાત કિલોમીટર દીઠ રૂપિયા 25ની ગ્રાન્ટ આપશે.
આ પણ વાંચો 1.18 લાખ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં 'ઢ', સરકારી શાળામાં ગુજરાતી ન ભણાવાતું હોવાની વાત સરકારે HCમાં કબૂલી
સિટી બસનો કોન્ટ્રાક્ટ 31 જાન્યુઆરીએ પૂર્ણ: બીજી તરફ વડોદરામાં સિટી બસનો કોન્ટ્રાક્ટ 31 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે કોન્ટ્રાક્ટ ચાલુ રાખવો કે કેમ તે સ્માર્ટ સિટી બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવશે. કોન્ટ્રાકટરે વારંવાર લેખિતમાં જાણ કરી તેમ છતાં હજુ સુધી નિર્ણય લેવાયો નથી. આ મામલે ડેપ્યુટી મ્યુનિ. કમિશનર અને સિટી એન્જિનિયર સામે આક્ષેપ પણ થઈ રહયા છે. જેમાં આ બંને અધિકારીઓના હેરાનગતિથી સિટી બસ સેવા બંધ કરવી પડી રહી છે. તેવું કોન્ટ્રાક્ટરે જણાવ્યું છે.
'વડોદરા શહેર માટે પાલિકા દ્વારા આજે એક નવીન પ્રકાર સિટી બસની સુવિધા ઉભી કરવા જય રહ્યા છે. શહેરમાં 200 વ્હીકલ ચાલે હાલમાં 120 બસ ચલાવવામાં આવે છે. એની જગ્યામાં રુટમાં પણ વધારો થાય એ મુજબ એરિયા પણ કવર થાય બહારના પણ વિસ્તાર છે એને પણ સમાવી શકાય એના માટે 200 બસ ચાલવાનું આયોજન કરવામાં આવ્યું છે. આના માટે ટેન્ડર બહાર પડશે અને એક્ટરોનીક બસ હોવાથી 25 રૂપિયા પ્રતિ લીટર સબસીડી મળશે ખુશ સારી સુવિધા નગરજનોને મળશે HPSની સાથે સુવિધા મળશે એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.' - કેયુર રોકડીયા, મેયર, વડોદરા