વડોદરા: શહેરની મકરપુરા પોલીસે વોચ ગોઠવી ચોક્કસ માહિતીના આધારે વિદેશી દારૂનો જથ્થો ભરેલા કન્ટેનરને ઝડપી પાડયું હતું. આ દરમિયાન પોલીસે મહેશ જાદવ તથા ડ્રાઇવર સોનુ માલી અને ક્લીનર સુભાષ ફૂલમાલીને ઝડપી પાડયા હતા. કન્ટેનરમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની રૂપિયા 24,19,200 ની કિંમત ધરાવતી 13248 બોટલો મળી આવી હતી. તેમજ આરોપીઓની અંગજડતી દરમિયાન બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
જેમાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો, બે મોબાઈલ ફોન તથા કન્ટેનર સહિત 45,24,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર લાલુ નામનો વ્યક્તિ, ઇશિકા, જયેશ ઉર્ફે લાલો ઠાકોર , દિનેશ રાજપૂત , રણજીત , અને રમીલાબેન પંચાલ તે તમામને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.