વડોદરા : વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનૈતિક અને ગેરકાયદેસર દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા સતત આવા શખ્સોની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગત રોજ શહેર પીસીબી દ્વારા બાતમીના આધારે શહેરના અટલાદરા બીલ કેનાલ રોડ પરમ ઓરબીટમાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં ત્રણ આરોપીને 3.46 લાખથી વધુના ઈંગ્લીશ દારૂ સહિત કુલ 5.58 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ જથ્થો ભરી આપનાર અને જવાબદારી વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા હતા.
કેવી રીતે ઝડપાયા : વડોદરા શહેરમાં ચાલી રહેલા ગેરકાયદે દારૂના વેપલાને બહાર લાવી પર્દાફાશ કરનાર પીસીબી દ્વારા અનેક વાર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શહેર પીસીબીને બાતમી મળી હતી કે, અટલાદરા પાણીની ટાંકી પાસે આવેલ માધવનગર એ ટાવરમાં રહેતો અજયકુમાર ગાયકવાડ નામનો શખ્સ એમપીથી દારૂનો જથ્થો લાવી ભાડાના મકાનમાં વેચાણ કરે છે. આ જથ્થો એમપીથી કારમાં આવવાનો હોવાની માહિતી મળતા પીસીબીની ટીમ ત્રાટકી હતી. પીસીબીએ કાર સાથે મકાનમાંથી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ અંગે પીસીબી દ્વારા પ્રોહિબિશન અંતર્ગત માંજલપુર પોલીસ મથકમાં કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો : કર્ણાટક ચૂંટણીની જાહેરાત બાદ 39.38 કરોડ રૂપિયાની રોકડ, દારૂ અને અન્ય વસ્તુઓ જપ્ત
ઝડપાયેલા આરોપી : પીસીબી દ્વારા બાતમીના આધારે શહેરના અટલાદરા વિસ્તારમાં બે શખ્સોને દારૂ એમપીથી લઈ આવવાના હોવાની માહિતી મળતા જ દરોડા કરતા કારમાં તેમજ પરમ ઓરબીટના ઇ ટાવરના મકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીમાં અજય કુમાર ગાયકવાડ, વિશાલ રાજેશ ડામોર અને રિતેશ બાબુ ડામોરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. મેઘનગર ખાતેથી કમલેશ દાતલાના ઠેકા ઉપરથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી આપનાર અજાણ્યો શખ્સ સહિત જવાબદાર વ્યક્તિ સામે પ્રોબિશન ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Kheda Crime News : કન્ટેઈનરના ખાનામાંથી રૂપિયા 23.98 લાખનો દારૂ ઝડપાયો, છુપાવાનો આઈડિયા જોઈ પોલીસ પણ ચોંકી
કબજે લીધેલ મુદ્દામાલ : પીસીબી દ્વારા કરવામાં આવેલા દરોડામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ નંગ - 338 જેની કિંમત રૂપિયા 3,46,192, મારુતિ કાર જેની કિંમત રૂપિયા 2 લાખ, મોબાઈલ, રોકડ સહિત કુલ રૂપિયા 5,58,212નો મુદ્દામાલ ઝડપી માંજલપુર પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી આરંભી છે. આ કાર્યવાહી અંગે પીઆઈએ જણાવ્યું હતું કે, આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમજ અન્ય શખ્સો સામે કાર્યવાહી ચાલુ છે.