ETV Bharat / state

Vadodara High Profile Rape Case : ગોત્રી હાઈપ્રોફાઈલ રેપ કેસમાં વિસ્ફોટક ખુલાસો - Vadodara Rape Case

ચકચારી ગોત્રી હાઈપ્રોફાઈલ રેપ કેસમાં વિસ્ફોટક ખુલાસો થયો છે. આ કેસ મામલે ગતરોજ ગુજરાત હાઈકોર્ટે ફરિયાદ રદ્દ કરી રાજુ ભટ્ટને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે હવે અલ્પુ સિંધીએ કોર્ટ સમક્ષ અગત્યના પુરાવા હોવાની કેફિયત રજૂ કરી છે. તેણે રાજુ ભટ્ટ પાસેથી રૂપિયા 1.5 કરોડની માંગણી કરી હોવાની લેખિત રજૂઆત કોર્ટમાં કરી છે. હવે જોવું રહ્યું આ મામલે વધુ કેટલા ખુલાસા થાય તેમ છે.

Vadodara High Profile Rape Case : ગોત્રી હાઈપ્રોફાઈલ રેપ કેસમાં વિસ્ફોટક ખુલાસો

author img

By

Published : Jul 11, 2023, 3:52 PM IST

વડોદરા : શહેરમાં ચકચાર મચાવનાર કથિત ગોત્રી હાઈપ્રોફાઈલ રેપ કેસમાં મોટો વળાંક આવ્યો છે. આ કેસ મામલે ગતરોજ ગુજરાત હાઇકોર્ટે ફરિયાદ રદ કરવાના આદેશ સાથે રાજુ ભટ્ટને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ સમગ્ર મામલામાં જાણીતા બુટલેગર અલ્પુ સિંધી આ કેસનો મુખ્ય સાક્ષી હોવાનું અને પુરાવા હોવાની વાત રજૂ કરી હતી. તેની પાસેની પેનડ્રાઈવમાં પુરાવા રજૂ કરવાની અરજી આપ્યા બાદ કોર્ટમાં આવેલી લોકઅપમાં ખંડણી માંગી હતી. આ દરમિયાન અલ્પુ સિંધીએ રાજુ ભટ્ટ પાસેથી રૂપિયા 1.5 કરોડની માંગણી કરવામાં આવી હોવાની લેખિત રજૂઆત કોર્ટમાં કરવામાં આવી છે.

આરોપીઓની ધરપકડ : શહેરમાં ચકચાર જગાવનાર કથિત ગોત્રી હાઈપ્રોફાઈલ રેપ કેસ મામલે અવનવા વિસ્ફોટક ખુલાસા સામે આવી રહ્યા છે. આ બનાવની માહિતી મુજબ સપ્ટેમ્બર 2021 માં વડોદરાના ગોત્રી પોલીસ મથકમાં જાણીતા CA અશોક ભટ્ટ અને પાવાગઢ મંદિરના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ વિરૂદ્ધમાં બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે બંને આરોપીઓની અલગ અલગ સ્પોટ પરથી ધરપકડ કરી હતી.

ગોત્રી હાઈપ્રોફાઈલ રેપ કેસ મામલે ગતરોજ ગુજરાત હાઈકોર્ટે આ ફરિયાદ રદ કરવા અને રાજુ ભટ્ટને જેલ મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. ત્યારે આજે આ કેસમાં મુખ્ય સાક્ષી બનેલા અલ્પુ સિંધીએ રાજુ ભટ્ટ પાસે 1.5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની કોર્ટમાં લેખિત રજૂઆત કરી છે. ગોત્રી કેસમાં સરકાર તરફે અલ્પુ સિંધીની અરજી સરકારી વકીલે પરત ખેંચી લીધી છે.-- હિતેશ ગુપ્તા (આરોપી પક્ષના ધારાશાસ્ત્રી)

જેલ મુક્તિનો આદેશ : તાજેતરમાં જ આ કેસની ફરિયાદી મહિલા કોર્ટમાં હોસ્ટાઈલ જાહેર થતા નવો વળાંક આવ્યો હતો. આ વળાંકે તમામને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ત્યારબાદ ગતરોજ ગુજરાત હાઈકોર્ટે સમગ્ર ફરિયાદને રદ્દ કરવાનો અને રાજુ ભટ્ટને જેલ મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. આ કેસને લઈ મુખ્ય સાક્ષી અને પુરાવા આપવાની વાત કરનાર નામચીન બુટલેગર અલ્પુ સિંધી સામે આજે કોર્ટમાં વિસ્ફોટક ખંડણી માંગી હોવાની લેખિત ફરિયાદ આપવામાં આવી છે. ખંડણીની ગુનાહિત માંગણી પુરવાર કરવા રાજુ ભટ્ટે નાર્કો ટેસ્ટ, બ્રેઇન મેપિંગ ટેસ્ટ જેવા તમામ ટેસ્ટ કરાવવાની તૈયારી બતાવી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, સરકાર કઈ રીતે આગળની કાર્યવાહી કરે છે.

ગોત્રી હાઈપ્રોફાઈલ રેપ કેસની હાઈલાઈટ :

  • 2-3 સપ્ટેમ્બર, 2021 : અશોક જૈન યુવતીના ફ્લેટ પર પહોચ્યાં, બળાત્કાર ગુજાર્યો
  • 19 સપ્ટેમ્બર, 2021 : ગોત્રી પોલીસ મથકમાં ગુનો નોંધાયો, CRPC 164 મુજબ નિવેદન લેવાયું
  • 22 સપ્ટેમ્બર, 2021 : યુવતીના મિત્ર અલ્પુ સિંધીના મોબાઈલ ઉપર ન્યૂડ ફોટા આવ્યા
  • 23 સપ્ટેમ્બર, 2021 : ક્રાઈમબ્રાન્ચને તપાસ સોંપાઈ, આરોપીઓએ ગૃહમંત્રીને પત્ર લખ્યો, રાજુ ભટ્ટે ટ્રસ્ટી પદેથી રાજીનામું આપ્યું
  • 24 સપ્ટેમ્બર, 2021 : ક્રાઈમબ્રાન્ચે લગભગ 3 કલાક સુધી યુવતી સાથે વાતચીત કરી નિવેદન લીધું, તમામ પુરાવા એકત્રિત કર્યા
  • 28 સપ્ટેમ્બર, 2021 : રાજુ ભટ્ટની ધરપકડ
  • 7 ઓક્ટોબર, 2021 : અશોક જૈન ઝડપાયો
  • 23 મે, 2023 : ફરિયાદી યુવતી હોસ્ટાઈલ જાહેર થઇ
  • 25 મે, 2023 : રાજુ ભટ્ટની જામીન અરજી મુકવામાં આવી
  • 16 જૂન, 2023 : રાજુ ભટ્ટની જામીન અરજી ફગાવાઈ
  • 1 જુલાઈ, 2023 : અલ્પુ સિંધીએ કોર્ટ સમક્ષ અગત્યના પુરાવા હોવાની કેફિયત રજૂ કરી
  • 10 જુલાઈ, 2023 : હાઇકોર્ટે રાજુ ભટ્ટ અને અશોક જૈન સામે કેસ રદ કરવાનો આદેશ કર્યો
  1. વડોદરા હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસ: આરોપી અશોક જૈન 16 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર
  2. Vadodara Crime : હાઈ પ્રોફાઈલ CA દુષ્કર્મના કેસમાં નવો વળાંક, ફરિયાદી હોસ્ટાઈલ જાહેર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.