વડોદરાઃ વડોદરા ગેસ લી. તરફથી પાઈપગેસના ભાવમાં પ્રતિ યુનિટ રૂપિયા 4નો ભાવ વધારો કરાયો છે. જેના કારણે નાના ઉદ્યોગકારોમાં નિરાશા જોવા મળી રહી છે. હાલમાં ઘરેલુ ગેસના ભાવમાં કેન્દ્ર સરકાર દ્વારા ગેસના બેઝિક ભાવમાં વધારો કરાયો છે. જેના ભાગ ભાગરૂપે વડોદરા ગેસ લિ. (vadodara gas limited) તરફથી આ ભાવ (vadodara municipal corporation) વધારો કરાયો છે. નવો ભાવ વધારો તારીખ 9 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે
આ પણ વાંચોઃ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ બોલાવ્યો સપાટો, 50 લાખનો મુદ્દામાલ સીઝ
સમગ્ર શહેરમાં ક્નેક્શનઃ વડોદરા ગેસ લી. તરફથી વડોદરા શહેરમાં (vadodara gas limited) પાઇપ્ડ ગેસ પુરો પાડવામાં આવે છે. વડોદરા ગેસ લી. તરફથી પાઇપ્ડ ગેસના ભાવ વધતા (vadodara municipal corporation) મોંઘવારીનો માર વેઠી રહેલા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થતા તેમજ નવા વર્ષે ભાવ વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે કારખાનેદારો ભાજપ સરકારથી ધીમે ધીમે ફરી નારાજ (Vadodara Gas Price) થઈ રહી છે.
આ પણ વાંચોઃ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાલવાટિકા શરૂ કરાશે
પુરવઠો મર્યાદિતઃ સંયુક્ત સાહસ વડોદરા મહાનગર પાલિકા અને ગેઇલ ગેસ લીના સુત્રોમાંથી એ વાત જાણવા મળી છે કે, હાલમાં વડોદરા શહેરને આપવામાં આવતો ગેસનો પુરવઠો મર્યાદિત છે. 2,16,000 રહેણાંક એકમોમાં પાઈપલાઈન થકી પાઈપ્ડ નેચરલ ગેસ (Natural Gas Vadodara) આપવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી પુરો પાડવામાં આવતો સ્ટોક હાલમાં મર્યાદિત મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ MS યુનિ.ના વિદ્યાર્થીઓને મળશે વૈજ્ઞાનિક કિરણ કુમારને સાંભળવાની તક, 6થી 8 જાન્યુ. યોજાશે પરામર્શ 2023
સિલિન્ડર જેટલા ભાવ થવાના એંધાણઃ હાલમાં જે રીતે પાઈપ થકી ગેસ પુરો પાડવામાં આવી રહ્યો છે એમાં ભાવ વધારો કરાયો છે. જે અંગે આગામી સમયમાં ગેસ સિલિન્ડર જેટલો ભાવ પહોંચી જશે એવા એંધાણ વર્તાય રહ્યા છે. ગેસ કનેકશન ધરાવતા ગ્રાહકો પ્રતિયુનિટ રૂપિયા 46.20 પ્રતિ યુનિટ (Gas Cylinder price in Vadodara) ટેક્ષ સહ ચૂકવતા હતા. તેના બદલે હવે નવા ભાવ મુજબ રૂપિયા 50.40 પ્રતિ યુનિટ ટેક્ષ સહ ચૂકવવા પડશે.
મધ્યમ વર્ગ મુશ્કેલીમાંઃ ખાસ કરીને રહેણાંક વિસ્તારમાં નવા ક્નેકશનને લઈને હજું પણ ભાવમાં વધારો થાય તો નવાઈ નહી. જોકે, આ અંગે ગેસ એજન્સીએ ખાસ કોઈ પ્રકારની ચોખવટ કરી નથી. જોકે, સતત વધી રહેલા ભાવને (Natural Gas Price in Vadodara) કારણે ફરી જીવન જરૂરી વસ્તુઓથી મધ્યમ વર્ગની મુશ્કેલી વધે એમ છે. પણ સ્ટોકના મામલે જથ્થો મર્યાદિત હોવાને કારણે સ્થિતિ નાજુક હોય એવું લાગી રહ્યું છે. ભાવ વધારો કર્યા (Vadodara New Gas Connection procedure) બાદ પણ ગુજરાત રાજ્યની બીજી ગેસ કંપનીઓ કરતા વડોદરા ગેસ લિમિટેડના ભાવ સૌથી ઓછા છે. આવનારા સમયમાં પાઈપથી ગેસ મેળવતા ગ્રાહકોને સિલિન્ડ જેટલા પૈસા આપવા પડશે. એવા સંકેત હાલ મળી રહ્યા છે. એવું સત્તાવાળાઓનું કહેવું છે.