ETV Bharat / state

Wildlife Rescue : વડોદરા વનવિભાગે 24 દિવસમાં 377 વન્ય જીવોનું રેસ્ક્યુ કર્યું - વન વિભાગના ટોલ ફ્રી નંબર

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં મગરોની વધુ સંખ્યા જોવા મળે છે. ચોમાસાની સિઝનમાં અવારનવાર મગર અને સાપ જેવા વન્ય જીવો માનવ વસાહતમાં આવી જતા હોય છે. ત્યારે વડોદરા વન વિભાગ દ્વારા છેલ્લા 24 દિવસમાં 377 વન્ય જીવોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ તકે ફોરેસ્ટ ઓફીસરે જનતાને સહયોગ આપવા અપીલ કરી હતી. ઉપરાંત વનવિભાગન3ા કાયદા અંગે પણ જાણકારી આપી હતી.

Wildlife Rescue
Wildlife Rescue
author img

By

Published : Jul 25, 2023, 4:29 PM IST

વડોદરા વનવિભાગે 24 દિવસમાં 377 વન્ય જીવોનું રેસ્ક્યુ કર્યું

વડોદરા : મગર નગરી તરીકે જાણીતા વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં મગરોની વધુ સંખ્યા જોવા મળે છે. આ નદીમાં માર્શ જાતિના 250 થી વધારે મગર બારેમાસ જોવા મળે છે. હાલમાં વરસાદની સિઝન ચાલી રહી છે. ત્યારે વન્ય જીવો માનવ રહેઠાણ તરફ આવતા હોય છે. છેલ્લા 24 દિવસમાં વડોદરામાંથી 377 વન્ય જીવોનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં 341 સાપ અને 36 મગરોનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ત્યારે વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, વન્યજીવન બચાવવા વન વિભાગનો સંપર્ક કરવો જોઈએ ન કે તેને નુકસાન પહોંચાડવું જોઈએ.

377 જીવોનું રેસ્ક્યુ : આ અંગે વડોદરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, વડોદરા વન વિભાગ દ્વારા જીવ સૃષ્ટી બચાવ કામગીરી કરવામાં આવે છે . એમાં ગત 1 થી 24 તારીખ સુધીમાં 24 દિવસમાં માનવ વસાહતમાંથી કુલ 377 જેટલા વન્ય જીવોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં 36 જેટલા મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. માનવ વસાહતમાંથી આ જીવોને સલામત જગ્યા ઉપર છોડવામાં આવેલા છે. આ વન્ય જીવોમાં 341 જેટલા સાપ-સરીસૃપ પ્રાણીઓ છે. જેઓને પણ બચાવાની કામગીરી વનવિભાગ દ્વારા કરવામાં આવેલી છે.

હું જનતાને અપીલ કરું છું કે કોઈ વન્ય જીવોને નુકસાન પહોંચાડવું નહી. જો આવા જીવ આપણા રહેઠાણ વિસ્તારમાં આવી જાય ત્યારે કેટલીક બાબતોની તકેદારી લેવી જોઈએ. જેમાં ખાસ કરીને તેની સેલ્ફી ન લેવી જોઈએ. આવા કોઈ વન્ય જીવ નજરે પડે તરત જ સલામતી માટે વન વિભાગના ટોલ ફ્રી નંબર 9429558886 પર સંપર્ક કરવો. તો સલામ રીતે તેનું રેસ્ક્યુ કરવામાં આવશે. આપણે ત્યાં જ્યારે જ્યારે વરસાદના પાણી ભરાતા હોય છે, ત્યારે મગરો બહાર આવી જતા હોય છે.-- કરણસિંહ રાજપુત (RFO સામાજિક વનીકરણ વિભાગ-વડોદરા)

વન્યજીવન કાયદો : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ જીવોનું સલામત રીતે રેસ્ક્યુ થાય તે માટે વન વિભાગના ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરવી. કોઈ સેલ્ફી ન લેવામાં આવે અને એને કોઈ ઇજા ન પહોંચાડે એ માટે જનતાને અપીલ છે. વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ બધા વન્ય જીવોને રક્ષણ આપવામાં આવ્યું છે. જેને ઇજા કે જોખમ ઊભું કરવા બદલ ત્રણથી સાત વર્ષની સજાની જોગવાઈ છે. ત્યારે આવો કાયદો કોઈએ હાથમાં ન લેવો જોઈએ. સલામત રીતે રેસ્ક્યુ વિભાગને જાણ કરવી જોઈએ એ માટે અપીલ કરું છું.

વનવિભાગ દ્વારા તાલીમ : વન વિભાગ દ્વારા રેસ્ક્યુઅરને તાલીમ આપવામાં આવી છે. સાથે વડોદરામાં જે વોલન્ટિયર કામ કરે છે તેઓને પણ વનવિભાગ દ્વારા તાલીમ આપવામાં આવે છે. જેથી કરીને જે સાપ ઝેરી કે બિનઝેરી છે તે ઓળખી શકે સાથે એનું મૂલ્ય સમજી શકે છે. ઉપરાંત તેને કોઈ ઘા કે ઇજા ન થાય તે માટે વનવિભાગ દ્વારા યોગ્ય તાલીમ આપવામાં આવે છે.

માર્શ મગર
માર્શ મગર

મગરની ભારતમાં પ્રજાતિ : મગરની કુલ 23 પ્રજાતિઓ છે, જેમાંથી મુખ્યત્વે ભારતમાં ત્રણ પ્રજાતિ જોવા મળે છે. ભારતમાં જોવા મળતા મગરોની વિવિધ પ્રજાતિઓમાં માર્શ પ્રજાતિના મગર વડોદરા શહેરમાં સૌથી વધારે જોવા મળે છે. મગરને એક કુશળ શિકારીના રૂપમાં જોવામાં આવે છે. તે દબાયેલા પગલે શિકારનો પીછો કરે છે. શિકાર કરતી વખતે શિકારને પછાડવામાં પોતાની પૂંછડીનો ઉપયોગ કરે છે. તેના જડબાના દાંત ઉપર નિચે સામસામા ગોઠવાયેલી હોવાથી એક વાર શિકાર તેના જડબામાં ફસાયા પછી ભાગ્યે જ બચી શકે છે. સામાન્ય રીતે મગરનું આયુષ્ય 50 થી 80 વર્ષનું હોય છે. ઉનાળાનો આરંભ તેનો પ્રજનન કાળ છે. શિયાળા બાદ યોગ્ય માદા મળે ત્યારે મગર પોતાના સંસારની શરૂઆત કરે છે. ગરમીની શરૂઆત થતા તે નદી કિનારે ઈંડા મુકે છે. ચોમાસાનો આરંભ થાય તે સમયમાં ઈંડામાંથી બચ્ચા બહાર આવી જાય છે. ત્યારથી બચ્ચાની તાલીમની શરૂઆત થઇ જાય છે.

માર્શ મગર : શહેરમાં જોવા મળતા માર્શ મગરમચ્છ શિકાર કરતી વખતે ઓછા અંતરમાં 8 માઈલ પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી શકે છે. આ મગર ખુબ જ ઝડપથી ચાલી શકે છે. તેના કરતા વધુ ઝડપથી તરવામાં કુશળ હોય છે. માર્શ મગરો ઝડપથી તરી 10 થી 12 માઈલની સ્પીડ પકડી શકે છે. માર્શ મગરની પ્રજાતિના મગરો એક મધ્યમ કદના પ્રજાતિઓ માનવામાં આવે છે. માદા માર્શ મગરની તુલનામાં નર માર્શ મગર 2.45 મીટર (8 ફુટ) અને ફીમેલ માર્શ મગરો સરખામણીમાં 3.2 મીટર (10 ફૂટ) જોવા મળે છે.

  1. વડોદરા જિલ્લાના શિનોર અને દામાપુરા ગામની સીમમાંથી બે મહાકાય અજગરનું રેસ્ક્યુ
  2. Snake Rescue : સાપ નીકળવાના કિસ્સા વધ્યા, મકાનના રસોડામાંથી ઝેરી કોબ્રા પકડાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.